છાત્રાલય

છાત્રાલયની ફિલસૂફી

ગામડાના વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણની તક પૂરી પાડવા માટે છાત્રાલય શરૂ કરવા માં આવ્યું હતું. છાત્રાલયમાં વિધાર્થીઓને આત્મવિશ્વાસ સભર અને સાદગીવાળા જીવનની કેળવણી અપાય છે. તેઓને તેમના રૂમ અને વાસણોની સફાઈ માટે. તેમજ પોતાના કપડાં જાતે ધોવા માટે અને સંપથી સમૂહજીવન જીવવા માટે પ્રોત્સાહિત કરાય છે. તેઓની નબળી સામાજીક સ્થિતિને ધ્યાનમાં લઈ તેઓ જીવનમાં પડકારોનો સામનો હકારાત્મક રીતે કરી શકે એ રીતે કેળવણી અપાય છે. તેઓના છાત્રાલય જીવનમાં તેમને ઘણાબધા શિક્ષકોનું માર્ગદર્શન મળે છે . કે જે તેમની વિચાર પ્રક્રિયાને વિવિધતા અને મોકળાશ આપે છે . તેઓ છાત્રાલય છોડી ત્યારે તેમનું માનસિક મનોબળ, ઈચ્છાશક્તિ સમર્થ બને અને પોતાની જીંદગી માટે ઉપયોગી બને એવું માર્ગદર્શન અપાય છે.

કુમાર છાત્રાલય

Kumar

સૌ પ્રથમ સંસ્થા ૧૯૧૨માં સ્થાપવામાં આવી. એની પાછળનો ઉદ્દેશ આસપાસના ગામડાઓના જૈન યુવા સમૂહને અમદાવાદમાં રહેવા ની સગવડ પૂરી પાડવા નો હતો. આજે ૧૨૦ જૈન અને અજૈન બાળકોનો છાત્રાલયમાં પ્રવેશ અપાય છે. શાળા એ જતા બાળકો માટે ચી.ન.કિશોર છાત્રાલય ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ છાત્રાલય ગણાય છે.

કન્યા છાત્રાલય

kanya

વિધાર્થીઓના શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી ૧૯૫૪માં સ્થાપના થયાથી કન્યા છાત્રાલય ૧૦ થી ૧૭ વયસ્ક વિધાર્થીઓને ઘર થી દુર એક ઘર પુરું પડે છે. દર વર્ષ ૮૦ થી ૧૦૦ વિધાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ અપાય છે. વિધાર્થી જ ઓનો વિકાસ બાળકીમાથી જવાબદાર યુવા તરૂણી સુધી થાય છે. ભવિષ્યમાં વિધાર્થીની છાત્રાલયમાં રહી એક સ્વતંત્ર, નીડર, સ્વભીમાની વ્યક્તિ તરીકે પોતાની ઓળખ ઉભી કરે તેવી તાલિમ પામે છે.

શ્રી ચિમનછાત્ર સંઘ

શરૂઆતમાં છોકરાઓનું છાત્રાલય ૧૯૧૨માં સ્થાપવામાં આવ્યું હતું. એ છાત્રલયમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓનું સંગઠન ચીમન છાત્ર સંઘ તરીકે જાણીતું થયું જેમાં અમદાવાદના ચીમન છાત્ર સંઘ અને મુંબઈ ચીમન છાત્ર સંઘ મંડળનો સમાવેશ થયો હતો. આ સંગઠને છાત્રોને મદદ કરવાનાં હેતુ થી રૂ. ૬૩,૪૫૪નું ભંડોળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી ભેગું કર્યું તેમાં બીજી રમક રૂ. ૧,૧૧,૧૧૧ ઉમેરીને ભંડોળ ઇન્દુમતીબેનને આપવામાં આવ્યું અને તેમણે વિદ્યા વિનય મંગળ નીધિ ટ્રસ્ટ માં તે ભંડોળ મૂક્યું. આ ભંડોળમાંથી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ સિધ્ધિઓ માટે ઇનામો આપવામાં આવે છે.

Subscribe for a Newsletter