મારી સી.એન. વિદ્યાવિહાર
- Posted by manager@cn
- Posted in Student Corner
જ્યાં વહેલા ઊઠીને સાંભળવા મળતો પક્ષીઓનો અવાજ
એ છે મારી સી.એન
જ્યાં સવારે નાસ્તા જોડે દરરોજ દૂધની ચુશ્કી ઓ લેવા મળે
એ છે મારી સી.એન
જયાં ઉષાબેનના ઠપકામાં પણ વ્હાલ દેખાય
એ છે મારી સી.એન
જ્યાં આખા દિવસનું સુંદર ભોજન રાત્રે ભાખરી મરચું ખાવાની અનેરી મજા
એ છે મારી સી.એન
જ્યાં છે આખી દુનિયા પ્રદૂષિત પણ સુંદર હરિયાળી
એ છે મારી સી.એન
જ્યાં આખી દુનિયાના ગીતો એક બાજુ પણ અમે નમીએ ગીત
એ છે મારી સી.એન
જ્યાં છે આખી દુનિયા ભ્રષ્ટાચારમાં પણ અંહી સમાનતા અને ભાઈચારો
એ છે મારી સી.એન
જયાં છે બધા ઈન્ટરનેટમાં વ્યસ્ત પણ અંહી રીડિંગ હોલમાં વાંચવાની મજા
એ છે મારી સી.એન
જીનલ કાપડિયા
ધોરણ ૧૦-ક
કન્યા છાત્રાલય