શીદ ને?

anushka-pujara

શીદ ને?

છે આપણી પાસે પૈસા પણ, પૂરતું સુખ તો નથી!

નથી તેમની પાસે પૈસા વધુ પણ સુખ તો છે ને!

હા ખાઈએ છીએ આપણે વધુ સ્વાદિષ્ટ ભોજન

પણ આપણને અન્નનો આદર તો નથી!

ભલે ખાઈ ન શકે તેઓ સ્વાદિષ્ટ ભોજન પણ

હા તેમને અન્નનો આદર તો છે ને!

ભલે આપણે તવંગર ને અમીર

પણ આપણે દયાળુ તો નહીં ને?

છો તેઓ નિર્ધન અને ગરીબ પણ જુઓ!

તેઓ દયાળુ તો ખરાં ને?

શીદ ને આટલી ઊંચ-નીચ અમીર અને ગરીબમાં,

શીદ ને તેઓ આપણા વિરોધી?

કેમ માણસાઈ છોડીને બનીએ અભિમાની?

કેમ ન બનાવી શકીએ તેમને સમાનાર્થી?

અનુષ્કા પૂજારા 

Std. VI -A

English Medium School