તા. 30.11.2022 રાત્રે 9 કલાકે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત દસ્તાવેજી ફિલ્મ‘સમર્પણ’ની YouTube પર રજૂઆત

વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત દસ્તાવેજી ફિલ્મ‘સમર્પણ’ની YouTube પર રજૂઆત

તા. 30.11.2022 રાત્રે 9 કલાક

વિદ્યાવિહારના તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ વિદ્યાવિહાર સાથે એક ભાવનાત્મક તાદાત્મ્ય ધરાવે છે. સંસ્થા માટે કઇંક કરવાની ઈચ્છા સાથે હંમેશા મળતા રહેતા વિદ્યાલયના 1980-82ની બેચના વિદ્યાર્થીઓ દ્વારા  કોરોના મહામારીના વિષમ સમયમાં વિદ્યાવિહાર પર એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ દસ્તાવેજી ફિલ્મ ‘સમર્પણ’દ્વારા તેઓએ સંસ્થાના ગાંધી મૂલ્યો, ભવ્ય ઇતિહાસ  અને વર્તમાન આયામોને આવરી લઈને 110 વર્ષની વિકાસગાથાની ખૂબ સુંદર ઝાંખી કરાવી છે. વિદ્યાલયના પૂર્વ આચાર્ય અને નિયામક શ્રી ઝીણાભાઇ ‘સ્નેહરશ્મિ’ રચિત વિદ્યાવિહાર ગીતની ‘અમે નમીએ તને ચીર સાથી, સાથી વિદ્યાવિહાર’.. આ પંક્તિઓ વિદ્યાવિહારના વિશ્વભરમાં ફેલાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓના ઉરમાં અનેક સ્પંદનો જગાવે છે તેમજ તેમના સંસ્થા સાથેના અનુબંધને વ્યક્ત કરે છે.

તા: 14.11.2022 બાલદિનના રોજ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં વિદ્યાવિહારના લગભગ 4500 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કર્મચારીગણ માટે આ ફિલ્મના screening નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે સી.એન. વિદ્યાવિહારની વેબસાઇટની લિન્ક,Facebook ,Instagramતેમજ YouTubeની linkમોકલીએ છીએ.

Website:- www.cnvidyavihar.edu.in

Facebook:- https://www.facebook.com/shethcnvv

Instagram:- https://www.instagram.com/shethcnvidyavihar

Youtube:- https://www.youtube.com/channel/UC-QeOe0AROyEe_NaJyFp6CQ

 

આ દસ્તાવેજી ફિલ્મ ‘સમર્પણ’YouTube ઉપર સૌપ્રથમ વખત તા. 30.11.2022 ના રોજ રાત્રે 9 કલાકે રજૂ થશે.

આપ નીચેની લિંક પર ક્લિક કરીને ફિલ્મ જોઈ શકશો.

https://youtu.be/iN_y1-r7kuk

 

 

આભાર સહ,

ડૉ. વૈશાલી શાહ

નિયામક,શેઠ સી.એન.વિદ્યાવિહાર