મારી સી.એન. વિદ્યાવિહાર

jinal-kapadiya

જ્યાં વહેલા ઊઠીને સાંભળવા મળતો પક્ષીઓનો અવાજ

 એ છે મારી સી.એન

જ્યાં સવારે નાસ્તા જોડે દરરોજ દૂધની ચુશ્કી ઓ લેવા મળે

 એ છે મારી સી.એન

જયાં ઉષાબેનના ઠપકામાં પણ વ્હાલ દેખાય

એ છે મારી સી.એન

જ્યાં આખા દિવસનું સુંદર ભોજન  રાત્રે ભાખરી મરચું ખાવાની અનેરી  મજા

 એ છે મારી સી.એન

જ્યાં છે આખી દુનિયા પ્રદૂષિત પણ સુંદર હરિયાળી

 એ છે મારી સી.એન

જ્યાં આખી દુનિયાના ગીતો એક બાજુ પણ અમે નમીએ ગીત

 એ છે મારી સી.એન

 જ્યાં છે આખી દુનિયા ભ્રષ્ટાચારમાં પણ અંહી સમાનતા અને ભાઈચારો

એ છે મારી સી.એન

જયાં છે બધા ઈન્ટરનેટમાં વ્યસ્ત પણ અંહી  રીડિંગ હોલમાં વાંચવાની મજા

 એ છે મારી સી.એન

જીનલ કાપડિયા

ધોરણ ૧૦-ક

કન્યા છાત્રાલય

Blog Attachment