લેખક
મેરુભાઈ ઝીંઝુવાડીઆ
પ્રકાશન વર્ષ
૧૯૬૪
સારાંશ:
શ્રી ભાઈલાલભાઈ શાહ સંપાદિત આ ગીતમાલામાં ૧૦૮ કર્ણપ્રિય ગીતો અને સ્વર આયોજનનો સમાવેશ થાય છે. આ પ્રકાશન એક અમૂલ્ય ખજાનો છે અને વિદ્યાવિહારના વિધાર્થીઓ ગીતો અને પ્રાર્થના ગાઈ સમગ્ર વાતાવરણને ઝંકૃત કરે છે. કેટલીક પ્રાર્થનાઓ ગુજરાતના લગભગ દરેક ઘરમાં ગુંજતી થઈ છે. તેની મર્યાદિત પ્રતો પ્રાપ્ય છે.
લેખક
સ્નેહરશ્મિ
પ્રકાશન વર્ષ
–
સારાંશ:
વિદ્યાવિહારના શિક્ષકો અને વિધાર્થીઓ દ્રારા લખાયેલા લેખોનો ગ્રંથ શેઠ ચીમનલાલ નગીનદાસની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલો. તે સમયે કેમ્પસ ઉપરની પ્રવૃતિઓનો અધિકૃત ચિતાર આ ગ્રંથમાં જોવા મળે છે. વિદ્યાવિહાર પરિવારના સભ્યોએ લખેલા અભિપ્રાયો પણ તેમાં વ્યક્ત થયેલા છે.
લેખક
શ્રી હસમુખ શાહ
પ્રકાશન વર્ષ
૧૯૬૯
સારાંશ:
હંસા શેઠની પી.એચ.ડી.નો મહાનિબંધ અંગ્રેજીમાં લખાયેલો હતો. શ્રી હસમુખ શાહે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યા. બાળકોમાં અપરાધની ભાવનાના સામાજીક, વૈજ્ઞાનિક અને માનસશાસ્ત્રિય પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો. આ માટે કેસ સ્ટડીનો ઉપયોગ કરી કેટલાંક મહત્વનાં નિષ્કર્ષો આપવામાં આવ્યા છે.
લેખક
સ્નેહરશ્મિ
પ્રકાશન વર્ષ
૧૯૮૪
સારાંશ:
કવિશ્રી સ્નેહરશ્મિ રચિત સંગ્રહ વિદ્યાવિહારને સમર્પિત કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૨૧ થી ૧૯૮૪ દરમિયાન ૯ સંગ્રહમાંથી ચૂંટેલા કાવ્યોનો આ એક વિરલ સંગ્રહ છે . ગુજરાતી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સર્જન છે.
લેખક
સ્નેહરશ્મિ
પ્રકાશન વર્ષ
૨૦૦૬
સારાંશ:
કવિશ્રી સ્નેહરશ્મિએ ઈંદુમતીબેનને તેમના અવસાન બાદ આપેલી અંજલિ રૂપે તૈયાર કરવામાં આવેલા આ ગ્રંથમાં પૂજ્ય બેન સાથેની તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ ગાળેલી સ્મૃતિઓને ગ્રંથસ્થ કરવામાં આવી છે. શબ્દોની અભિવ્યક્તિથી આર્ષ દ્રષ્ટી અને સંસ્કારમૂર્તિ બેનના વિરલ વ્યક્તિત્વના અનેક પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. વર્ષો સુધી સંસ્થાઓ ને પ્રેમ, હૂંફ અને સેવા ભાવનાથી વિકાસના માર્ગ ઉપર મૂકી આપનાર પૂજ્ય બેનને અપાયેલી અંજલિના પરિપાકરૂપ મૂળ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે. પરંતુ વર્ષ ૨૦૦૬માં તેમની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રકાશિત નવી આવૃત્તિ ઉપલબ્ધ છે.
લેખક
–
પ્રકાશન વર્ષ
૨૦૧૧
સારાંશ:
શ્રી સૌભાગ્યચંદભાઈ શાહે ચી.ન. વિદ્યાવિહારમાં તેમની કારકીર્દિની શરૂઆત વિદ્યાલયમાં શિક્ષક તરીકે શરૂ કરી અને તેજ સંસ્થામાં આચાર્ય તરીકે નિયુક્ત થયા. તેમણે નિયામક તરીકે શરૂઆતમાં સેવા આપી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ૩૦ વર્ષ સુધી અવિરત સંનિષ્ઠ સેવાઓ આપી સન ૨૦૧૧માં નિવૃત્ત થયા. શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડના મિત્રો, આચાર્યો, શિક્ષકો અને શુભેચ્છકોએ તેમના વિશે લખેલા લેખો આધારિત આ ગ્રંથ શિક્ષણપ્રેમીઓ માટે આધારભૂત ગ્રંથ ગણી શકાય.
લેખક
–
પ્રકાશન વર્ષ
૨૦૧૨
સારાંશ:
તાલીમી સંસ્થાઓના વિધાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રાર્થનાઓનો આ સંગ્રહ છે. નિત્ય થતી પ્રાર્થનાસભામાં આ પ્રાર્થનાઓનું ગાન અલૌકિક અનુભૂતિ કરાવે છે .