આર્ટ ગેલેરી
કલા મહાવિદ્યાલયના સંકુલમા આવેલી આર્ટ ગેલેરી વિધાર્થીઓ, ઉગતા અને અનુભવી કલાકારોને તેમની કૃતિઓના પ્રદર્શન માટે ઉપલબ્ધ છે. બહારના કલાકારો નિશ્ચિત રકમ ભરી પ્રદર્શન યોજી શકશે. પ્રકાશ આયોજન, ફર્નિચરથી સજ્જ ગેલેરી કલાર્થી માટે ઉપયોગી થઈ રહેશે. ૫૦૦ સ્કે.ફીટની આર્ટ ગેલેરી ૫૦ જેટલા પેઈન્ટીંગ અથવા અન્ય કલાકૃતિઓનું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
રમતના મેદાનો
વિદ્યાવિહાર પાસે રમતના મેદાનોની ખોટ નથી. વોલીબોલ ,ફૂટબોલ, હેન્ડબોલ , હોકી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેબલટેનિસ ,એથ્લેટિકસ , જીમ્નાસ્ટીક , જેવી રમતો રમી શકાય તેટલાં મેદાનો ઉપલબ્ધ છે. ૪૦૦ મીટરનો ટ્રેક છે અને દેશી રમતો માટે પણ મોકળું મેદાન છે. બહારની ચેરિટી સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને ચેરિટીના હેતુથી મેદાન ભાડે અપાય છે.
સંપર્ક
નિયામક
શેઠ સી.એન. સ્પોર્ટ્સ એકેડેમી
રંગભવન
૪૦૦૦ બેઠકો ધરાવતું ઍમ્ફી થીયેટર (ઓપન એર) કેમ્પસનું એક વિશિષ્ઠ આકર્ષણ છે. આસપાસ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું આ રંગભવન અમદાવાદ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનું સ્થાન બની ગયું છે અને પ્રેક્ષકોને એક અવર્ણનીય અનુભવ કરાવે છે . ૨૫૦ સ્કેવર ફીટનું વિશાળ સ્ટેજ અને બંને બાજુના ઓરડાઓ (Green rooms) આયોજકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થાય છે . ૮ કિલો વોટની વિજભાર ધરાવતું , ૧૦૦ ગાડીની અને ૨૦૦ સ્કૂટરો ની પાર્કીંગ સગવડ ધરાવતું , સફાઈ કામ માટે હાજર સફાઈ કામદાર – આટલી સગવડોયુક્ત રંગભવનમાં ૪૦૦ પ્રેક્ષકો બેસી શકે છે અથવા ૨૦૦ ખુરશીઓ મૂકી શકાય.
સંપર્ક
નિયામક
શેઠ સી.એન. કલાનિકેતન
અતિથિગૃહ
કેમ્પસ ઉપર છ અતિથિઓનો સમાવેશ થઈ શકે તેવું અતિથિગૃહ (Non-Ac) આવેલું છે. વિદ્યાવિહારમાં વ્યાખ્યાન, કાર્યશાળા કે શિબિર માટે આવતા અતિથિઓ આ અતિથિગૃહમાં નિવાસ કરે છે . છાત્રાલયના રસોડામાં તૈયાર થયેલું તાજુ ભોજન તેમને પીરસવામાં આવે છે. બે શયનખંડ તથા રસોડા સાથેનું છ વ્યક્તિઓનો સમાવેશ કરતું અતિથિગૃહ (Non-Ac) અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ કરી શકાય છે.
સેમીનાર ખંડ
૧૦૦ બેઠકો ધરાવતો (Non-A/c) સેમિનાર ખંડ વિદ્યાલયના ત્રીજા માળે આવેલો છે . દ્દ્શ્ય-શ્રાવ્ય ની સગવડ ધરાવતો આ ખંડ વિધાર્થીઓ અને શિક્ષકો માટેના શિબિરો – કાર્યશાળાઓ માટે આદર્શ છે. વિવિધ વક્તાઓના વ્યાખ્યાનો માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે .