અન્ય ટ્રસ્ટો

વિદ્યાવિહાર વિશે

વસુમતી ચેરીટી ટ્રસ્ટ

શ્રીમતી માણેકબા વિનયમંદિરની છત નીચે વસુમતી ચેરીટી ટ્રસ્ટ દ્વારા અડાલજમાં છ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન થઈ રહ્યું છે. માણેકબા વિનયમંદિરની સ્થાપના ઇન્દુમતીબેન ચીમનલાલે ૧૯૫૯માં ગ્રામ્ય વિસ્તારની બાળાઓને શિક્ષણઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી કરી હતી. અડાલજમાં આ સંકુલ અમદાવાદ-મહેસાણા રાજમાર્ગ ઉપર આવેલું છે. અડાલજની વાવને યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટ તરીકે માન્યતા મળી છે.

વિદ્યાવિનય મંગલ નિધિ ટ્રસ્ટ

વિદ્યાવિનય મંગલનિધિ ટ્રસ્ટની સ્થાપના ૧૯૬૨માં થઈ હતી વિદ્યાવિનય મંગલ નિધિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીચે પ્રમાણે હતા:

શ્રીમતી ઈંદુમતીબેન ચીમનલાલ

શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ

શ્રી હરિકૃષ્ણ અંબાલાલ આંનદજીવાલા

શ્રી ગોવિંદલાલ અંબાલાલ દલાલ

શ્રી કાન્તીલાલ જેઠાલાલ જોષી

આ ટ્રસ્ટનો હેતુ શેઠ ચી.ન. વિદ્યાવિહારમાં અભ્યાસ કરતા કે કરી ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ધર્મ, જાતિ, સંપ્રદાય કે કોમ ના ભેદભાવ વિના શૈક્ષણિક, માનસિક, સાંસ્કૃતિક, નૈતિક અને અધ્યાત્મિક વિકાસના કર્યો કરવાનો છે. તેઓને અભ્યાસ માટે લોન, સ્કોલરશીપ, ફ્રીશીપ, ઇનામો, કપડા તથાવૈદકિય મદદ કરવી. આ ટ્રસ્ટનો ઉત્તરોત્તર વિકાસ થતાં વિદ્યાવિહાર અને વિનયવિહાર, અડાલજના શિક્ષકોઅને વિદ્યાર્થીઓ માટે Welfare activity ના કાર્યક્રમો થાય તેવો અભિગમ રહ્યો છે. હાલની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણેની છે.

  1. વિદ્યાવિહાર અને વિનયવિહારની બધી સંસ્થાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કે ઈતર પ્રવૃત્તિમાં સિધ્ધિ માટે ઇનામ આપવા
  2. શતાબ્દી સ્મારક નિધિ અન્વયે છાત્રાલયના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે લોન તથા સ્કોલરશીપ આપવી
  3. વિદ્યાવિહાર અને વિનયવિહારના કાર્યકરોમાંથી ઉત્તમ કામગીરી બજાવનાર કાર્યકરને સ્નેહરસ્મિ પારિતોષિક આપવું
  4. દર વર્ષ શેઠ ચી.ન. વિદ્યાલયના સંનિષ્ઠ શિક્ષિકા વીલીબેનની સ્મૃતિમાં રાજ્ય કક્ષાની યોજાતી વકતૃત્વ સ્પર્ધામાં ઇનામો આપવા.
  5. છાત્રાલયના વિધાર્થીઓને આર્થિક સહાય કરવી.
  6. જરૂરિયાતવાળા કાર્યકરોને આરોગ્ય માટે દવાની મદદ કરવી.

ખાદી મંદિર

૧૯૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પુ. બાપુએ આ સંગ્રામમાં બહેનોને જોડવાનું આહવાન આપ્યું રચનાત્મક કાર્યો જેવાકે શરાબની દુકાનોની નાકાબંધી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, ખાદીનો પ્રચાર જેવા કાર્યો માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૦માં શંકરલાલ બેંકર, અનસૂયાબેન સારાભાઈ, મૃદુલાબેન સારાભાઈ ઇન્દુમતીબેન જેવા બહેનોને થોડીક બહેનો પસંદ કરવાનું કહેવામાં આવ્યુ. આ પાછળનો ઉદેશ ખાદીનો પ્રચાર વધારી ઘર-ઘરમાં પ્રચલિત કરી તેનું વેચાણ વધારવાનો હતો ૧૯૩૨ની ૧લી જાન્યુઆરીએ ખાદી મંદિરની સ્થાપન થઇ અને ૮૦ વર્ષમાં આત્મસન્માન અને સ્વનિર્ભરતાના પ્રતીકરૂપ બની છે. ગરીબ વર્ગની મહિલાઓને લાખો રૂપિયાની રોજગારી પૂરી પડે છે. ખાદીમંદિર દ્વારા ઉત્પાદકોને સહાયરૂપ થવા અને ઉત્પાદન વધારવા ઇન્દુમતીબેન ચીમનલાલની સ્મૃતિમાં ઇન્દુબેન ખાદી ગ્રામોદ્યોગ વિકાસ ફંડની સ્થાપના કરી. આ ફંડના વ્યાજમાંથી મહાત્મા ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતીથી કાતણ-વણાટનું કામ કરતી બહેનો અને કુષ્ટરોગીઓને મદદરૂપે ઇનામ આપવાનો આરંભ કરવામાં આવ્યો.

સમુન્નતિ ટ્રસ્ટ

સમુન્નતિ ટ્રસ્ટની સ્થાપના ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને મદદ કરવાના આશયથી કરવામાં આવી હતી.તેઓ ઘેર રહી કામ કરી સ્વનિર્ભર બને તે મુખ્ય ઉદ્દેશ હતો. તેમને સીવણકામની તાલીમ આપવામાં આવે છે. તેમને સીવવાનો સંચો અને અન્યસાધનો પુરા પાડવામાં આવે અને અઠવાડિયે એક વાર કાપડનો તાકો આપી તેના કપડાં સીવી પાછા આપે અને નવા કપડાંનો ઓર્ડર મેળવે. બહેનોએ તૈયાર કરેલ નાસ્તો વિદ્યાવિહારનાં બાળકોને આપવામાં આવે છે.. તેમને માટે કમ્પ્યુટર અને ભાષાના વર્ગો પણ ચલાવવામાં આવે છે. હાલમાં લગભગ ૨૫૦ જેટલી બહેનો કાર્યરત છે.

Subscribe for a Newsletter