સંચાલન


ટ્રસ્ટીમંડળ

શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ તેના ર્દષ્ટિવંત સ્થાપકોના સિધ્ધાંતોને અનુસરીને કામ કરે છે અને વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ પણ પાયાના સિધ્ધાંતોને અનુંસરી રહ્યા છે. હાલમાં ટ્રસ્ટીમંડળના સભ્યો છે:

વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ

શ્રી સુહુદ સારાભાઈ
શ્રી સુહુદ સારાભાઈ
અધ્યક્ષ
1972 થી
કાર્તિકેય સારાભાઈ
કાર્તિકેય સારાભાઈ
ટ્રસ્ટી
1972 થી
સૌભાગ્યચંદભાઈ શાહ
સૌભાગ્યચંદભાઈ શાહ
ટ્રસ્ટી
1999 થી
ભાલચંદ્રભાઈ શાહ
ભાલચંદ્રભાઈ શાહ
ટ્રસ્ટી
2001 થી
મીરાઈ ચેટર્જી
મીરાઈ ચેટર્જી
ટ્રસ્ટી
2010 થી

ભૂતપૂર્વ  ટ્રસ્ટીશ્રીઓ >

નિયામક નો સંદેશ

શ્રી ડો. કિરીટ જોષી

“સ્થાપક ટ્રસ્ટીઓ અને કુલમાતા માણેકબા દ્વારા ગ્રામ્ય શ્રમિક પરિવારોના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધારવાના હેતુ સાથે શેઠ સી.એન. વિદ્યાવિહાર ની સ્થાપના કરવામાં આવેલ. આપણા પરિવારના ગૌરવ સમા રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી ઈન્દુમતીબેન દ્વારા ગાંધીજીના બુનિયાદી શિક્ષણને કેન્દ્રસ્થાને રાખીને સંસ્થાનું સંવર્ધન કરવા સાથે જતન કરવામાં આવ્યું. આજે પણ શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થા રાજ્યનીજ નહીં રાષ્ટ્રની ગૌરવસમી મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા તરીકે સમાજમાં સ્થાન ધરાવે છે.
આપણી આ સંસ્થા સાથે સંકળાયેલ દરેક પ્રતિનિધિના દરેક કાર્યોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્ત્વનું સ્થાન હોવું જોઈએ. સંસ્થાના દરેક વિદ્યાર્થીઓમાં મૂલ્યો અને જીવન કૌશલ્યોનું સ્થાપન થવા સાથે તેઓનો સર્વાંગી વિકાસ જ આપણું ધ્યેય રાખીએ. આ ધ્યેયને સફળ બનાવવા માટે સંસ્થા દ્વારા શિક્ષણ સાથે થતી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી મહત્તમ સંખ્યામાં રસપૂર્વક જોડાય તેવું વાતાવરણ સંસ્થા પરિવાર અને વાલી પરિવાર બંને પક્ષે પરસ્પર સહયોગી બનીને ઉભું કરીએ, જાળવીએ.”

મધ્યસ્થ કાર્યાલય

મધ્યસ્થ કાર્યાલય શેઠ ચી.ન.વિદ્યાવિહારનું ચેતાતંત્ર છે. જે વિદ્યાવિહારની સમગ્ર સંસ્થાઓની નાણાકીય અને વહીવટી બાબતોનું સંચાલન કરે છે. મધ્યસ્થ કાર્યાલયમાં સંસ્થાના નિયામકના નેતૃત્વ હેઠળ એકાઉન્ટ ટીમ, વહીવટી ટીમ કાર્યરત છે જેઓ પરિસરમાં આવેલી બધીજ સંસ્થાઓના નાણાકીય હિસાબનું કાર્ય, સંસ્થા સંચાલન માટેના નિયમો અને વ્યવસ્થાપનનું કાર્ય તથા પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પુનઃ જોડાણ સાધવા તેમજ શેઠ ચી.ન. સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ)ને શેઠ ચી.ન. આર્કાઈવલ સેન્ટર તરીકે વિકસાવવાનું કાર્ય પણ સંભાળવામાં આવે છે.

Subscribe for a Newsletter