માળખાકિય સુવિધાઓ

વિદ્યાવિહાર વિશે

પરિસર

Campusવિદ્યાવિહાર પરિસરમાં આવેલી ઈમારતો વિદ્યાવિહારની કેળવણીની મૂળભૂત ફિલસૂફીને અંકિત કરે છે. મોટાભાગના મકાનોની આગળ ચોગાન આવેલું છે જ્યાં બાળકો ભેગાં મળીને સમૂહજીવનનાં મૂલ્યોને સમજે છે અને દિવાલરહિત વર્ગખંડનો અહેસાસ કરે છે. પરિસરની બાજુમાં આવેલા વર્ગખંડો શિક્ષકો અને વિધાર્થીઓને શિસ્ત રાખવાનો પાઠ શીખવે છે , શાળાના મકાનો ની આજુબાજુ આવેલા વૃક્ષો મુક્ત વાતાવરણનો અને પ્રકૃતિનાં સાનિધ્યનો પરિચય કરાવે છે.

દેરાસર

Derasarચી. ન. વિદ્યાવિહારના પરિસરમાં  એક સુંદર જિનાલય આવેલું છે જે જિનાલયમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામિ ભગવાન બીરાજે છે. તેમની જમણી બાજુ જૈન ધર્મના ત્રેવિસમાં  તિર્થકંર શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા ડાબી બાજુ પ્રથમ તિર્થકંર શ્રી આદિશ્વર ભગવાન બિરાજમાન છે. આ જિનાલય ઈન્દુમતીબેનના માતાશ્રી  શ્રીમતી માણેકબાએ સ્વ-ખર્ચ બનાવેલ છે. દેરાસરની પ્રાણ-પ્રતિષ્ઠા ૧૯૫૯માં કરવામાં આવેલી. આંબાવાડી વિસ્તારમાં રહેતા આશરે ૨૦૦ કુટુંબો દેરાસરની પૂજા તથા દર્શન માટે આવે છે .

દેરાસરની બહાર બે સુંદર ફૂવારા ની રચના કરવામાં આવેલ છે એક ફુવારા માછલી આકારનો તથા બીજો ફુવારો પનીહારીનો ઘડો છલકાતો હોય તેવા આકારનો છે અને નીચે હોજમાં સુંદર કમળો ખીલે છે . દેરાસરના બહારના ભાગમાં અશોકનું વૃક્ષ આવેલું છે તેમજ બાગ માં જાસૂદ, મોગરો, ચંપા, જૂઈ, હવાઈ જાસૂદ, મીરચી જાસૂદ ના છોડ ઉગાડવામાં આવેલ છે. તેમજ નારિયેરી પણ ઉગાડવામાં આવેલ છે. દર વર્ષે ફાગણ સુદ ત્રીજના દિવસે આ દેરાસરની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે .

Subscribe for a Newsletter