ટેકનીકલ સેેેન્ટર

વર્ષ ૧૯૩૭માં શેઠ સી. એન. ટેકનિકલ સેન્ટરની સ્થાપના થઈ. શિક્ષણ ઉપરાંત ઉધોગ અને તકનીકી તાલીમથી વિધાર્થી સ્વાવલંબી બની પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે, આર્થિક ઉપાર્જન કરી શકે એ હેતુથી સંસ્થા પરિસરમાં ટેકનિકલ સેન્ટરમાં તત્કાલીન સમયની જરૂરીયાતને ધ્યાનમાં લઈને મોલ્ડિંગ, ટનિઁગ, ઈલેક્ટોપ્લેટિંગ, પોલીશિંગ, રેડિયો, રિપેરિંગ જેવા વિષયોને આવરી લેતા વર્ગો શરૂ કરવામાં આવ્યા.
હાલ માં ટેકનિક્લ સેન્ટરમાં એસ.એસ.સી. પાસ વિધાર્થીઓ માટેના કમ્પ્યુટર એડેડ સિવિલ એન્ડ આર્કિટેક્ચરલ ડ્રાફ્ટીંગ, કમ્પ્યુટરએડેડ મિકેનિકલ ડ્રાફ્ટીંગ, ઈલેક્ટ્રીકલ સર્વિસ ટેક્નિશિયન, પ્રોડકશન એન્ડ મેઈનટેનન્સ ટેક્નિશિયન,તેમજ ધોરણ ૯ પાસ વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલશન વાયરિંગ એન્ડ જોઈંટિગ, ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયંસિસ એન્ડ કમ્પ્યુટર ટેક્નિશિયન અભ્યાસક્રમો ચાલે છે. બદલાતી ટેકનોલોજી અને સમાજની જરૂરીયાતને ધ્યાનમાં લઈ અભ્યાસક્રમોમાં બદલાવ કરવામાં આવે છે ભવિષ્યમાં સોલર માટેનો અભ્યાસક્રમ પણ શરૂ કરવાનું આયોજન છે. ગુજરાત સરકારનું ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ તેની પરીક્ષા લઈને ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરે છે.
સંસ્થાની પોતાની અલાયદી લાઈબ્રેરી અને કમ્પ્યુટર લેબ છે. તેમજ પ્રાયોગિક ટેકનિક્લ શિક્ષણ આપવા માટે આધુનિક સાધનો સાથેના વર્કશોપ પણ છે. જ્યાં વિધાર્થીઓ ટેકનિક્લ કૌશલ્ય વિક્સાવીને ભવિષ્યની કારકિર્દી બનાવી શકે છે. સંસ્થામાથી અભ્યાસ પૂણઁ કરનાર વિધાર્થીઓ માટે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ભરતી કરવા માટે વિવિધ કંપનીઓને આમંત્રિત કરવામાં આવે છે. જેમાં મોટા ભાગના વિધાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયેથી પરિસર પરથી જ રોજગારી મેળવવામાં સફળતા મળે છે.

Subscribe for a Newsletter