સ્પોર્ટ્સ એકેડેમી

પરિચય :

શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ્” આ સુભાષિતને કેદ્રમાં રાખી સ્પોર્ટસ એકેડેમીની સ્થાપના વર્ષ 2011 માં કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન વિશ્વ બીલીયર્ડ ચેમ્પીયન ગીત સેઠીએ કર્યુ હતુ. વિદ્યાવિહારના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે અપ્રતિમ સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે તે સર્વ વિદિત છે, પરંતુ શરીર સૌષ્ઠવ અને શારિરીક ક્ષમતા આજના સ્પર્ધાત્મક યુગમાસ માટે આવશ્યક બની ગયા છે. Sound mind in a sound body એમ વારંવાર કહેવામાં આવે છે અને એને મૂર્ત કરવા સ્પોર્ટસ એકેડેમી અસ્તિત્વમાં આવી. વિશાળ કેમ્પસ ઉપર લગભગ 14 રમતોની સગવડ ઉપલબ્ધ છે. દેશી રમતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. અન્ય સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ પણ સ્પોર્ટસ એકેડમીમાં જોડાઈ શકે છે.

વિચાર :

સ્પોર્ટસ એકેડમીનો અર્થ ટૂંકમાં કહીએ તો બાળકનો સર્વાંગી વિકાસ. રમત ગમત દ્વારા બાળકોમાં તંદુરસ્તી તો આવે છે, પણ સાથે સાથે માનસિક વિકાસ પણ સારો થાય છે. આપણી જ શાળાનો સામાન્ય સર્વે કરતા જાણવા મળ્યું કે જે બાળકો સ્પોર્ટસ એકેડમીમાં આવે છે તેઓ વર્ગમાં ભણવામાં પણ અવ્વલ આવે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનો વાસ છે, એવું કહેવાય છે. રમત દ્વારા બાળકોમાં હાર સ્વીકારવાની ટેવ પડે છે, અને જીત પચાવી શકે છે. સ્પોર્ટસ એકેડેમીમાં બાળકોને નેતૃત્વ, ત્વરીત નિર્ણય શક્તિ, મુશ્કેલીમાં કઈ રીતે આગળ વધવુ, શિસ્ત વગેરે શિખવવામાં આવે છે.
“Krishna made Play Divine” એમ કહેવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે ગેડી દડો જેવી રમતો રમીને કાલીયા નાગ જેવા રાક્ષસને મારે છે. કહેવાય છે કે જ્યાં રમતોના મેદાનો વધારે ત્યાં દવાખાના ઓછા. માટે દરેક મા-બાપે પોતાના બાળકને દિવસમાં એક કલાક તો મેદાનમાં મોકલવું જ જોઇએ.

સ્પોર્ટસ એકેડમી દ્વારા બાળકોમાં સંઘ ભાવનાનો વિકાસ થાય છે, સાથે રહેતા શિખે છે, અનુશાસનમાં રહેતા શિખે છે. વહેંચીને ખાતા શિખે. તેથી જ અંગ્રેજમાં પણ કોઈક કહ્યુ છે “All winners are not to be.” પરિશ્રમથી જ જીત મળે છે, વિજય મળે છે. મિલ્ખાસિંગ જેવા દોડવીર તેનું ઉદાહરણ છે. કઠીન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

અભ્યાસક્રમ :

આજ ના આધુનિક યુગ માં બધા બાળકો ટી.વી. , વિડિયો ગેમ્સ કે મોબાઈલ જેવા સાધનો દ્રારા યંત્રવત બની ગયા છે. જેના કારણે બાળકો ને કુદરત ના સાનિધ્ય માં પોતાની શક્તિ ખિલવવા મળતી નથી જે સ્પોર્ટ્સ એકડેમીમાં આવવાથી મળે છે . બાળકો માં પડેલી આંતરિક શક્તિ ને બહાર કાઢવાનો તથા તેમનું શરીર સૌષ્ઠવ સારુ બને તેવો પ્રયત્ન કરવા માં આવે છે.

સ્પોર્ટ્સ એટલે ફક્ત રમવું , મેડલ મેળવવો કે નંબર મેળવવા પૂરતું સિમિત નથી. એકેડેમી માં આત્મવિશ્વાસ , સહનશક્તિ, ખેલદીલી, સાહસિકતા, નીડરતા, એકાગ્રતા જેવા ગુણો નો વિકાસ થાય છે. આ ઉપરાંત એકેડેમી ના બાળકો ને ટ્રેકિંગ કેમ્પ માં લઈ જતા હોવા થી કુદરતની સાથે તથા તેના થઈ ને રહેતા શિખવવા માં આવે છે . જેમાં માતાપિતાથી દુર રહી ને બાળકો સ્વયંશિસ્ત શીખે છે. આપણી એકેડેમી ના વિધાર્થીઓ રાજ્ય કક્ષાએ જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લે છે . બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે ધ્યાન માં રાખી ને આપણી એકેડેમી ની શરૂઆત કરવા માં આવી છે.

સમયપત્રક :

સોમવાર થી શુક્રવાર

ક્રિકેટ સવારે ૬:૩૦ થી ૮:૩૦

ક્રિકેટ કરતા અન્ય સાંજે ૫:૦૦ થી ૬:૩૦

શનિવાર – રવિવાર

શનિવાર સાંજે ૫:૦૦ થી ૬:૩૦

રવિવાર સાંજે ૬:૩૦ થી ૮:૩૦

ક્રિકેટની સાથે અન્ય રમતો જેવી કે બેડમિંટન, બાસ્કેટબૉલ, ફૂટબૉલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, ટેબલ ટેનિસ અને વૉલીબૉલ ની પણ સગવડ આપવામાં આવે છે.

પ્રવેશ 5 વર્ષ થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે. પ્રવેશ ફોર્મ રમત એકેડેમી ની ઓફિસમાં ઉપલબ્ધ છે.

Subscribe for a Newsletter