કલાનિકેતન

કલાનિકેતન

કલાનિકેતન

એક સુસજ્જ સંગીત શાળા તરીકે વિકસાવવાના ઉદેશ સાથે ચી.ન.કલાનિકેતનની સ્થાપના 1981માં થઈ હતી. સર્વાંગી વિકાસને વરેલી ચી.ન.વિદ્યાવિહારની સંસ્થા “કલાનિકેતન” સંગીત, નૃત્ય, નાટ્ય અને વાદ્યોની તાલીમ આપી વિદ્યાર્થીઓના વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરે છે. શૈક્ષણિક સજ્જતાની જેટલી આવશ્યકતા છે તેની સાથે બાળકો કલાભિમુખ બને અને તેને વ્યવસાય તરીકે ન સ્વીકારે તો પણ નિજાનંદ માટેનું તે સાધન બને એ ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. પૂર્વ વિદ્યાર્થીઓના સંતાનો, શુભેચ્છકો અને હિતચિંતકોના સંતાનો પણ કલાનિકેતનનાં વર્ગોમાં પ્રવેશ મેળવી શકે છે.

સંસ્થા પરિચય:
આ કદાચ એક જ સંસ્થા છે જે ગાયન, વાદન, નાટ્ય અને નૃત્ય શિક્ષણ એક જ જગ્યાએ આપે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ધીમે ધીમે બાળકો શાસ્ત્રીય કલાઓની કદર કરે અને એમની ઉત્તમોત્તમ કલા આવડતને બહાર લાવવાનો છે. ૫ વર્ષની ઉંમરથી બાળકો આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. અભ્યાસક્રમનો અભિગમ વિદ્યાર્થીઓ ભારતીય સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતથી માહિતગાર થાય અને જરૂરી કૌશલ્ય તેમજ શિક્ષણ મેળવી તેમના પસંદિતા ક્ષેત્રમાં સુસજ્જ બનાવવાનો છે.

સંસ્થા ઈન્દુમતીબેનના ચંદન બંગલામાં કાર્યરત છે. સાંજના શાળા છૂટ્યા પછી કંઠ્ય, હારમાનિયમ, તબલાના, નાટક અને નૃત્યના જુદા જુદા વર્ગોમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓથી વાતાવરણ જીવંત બની જાય છે. કલાનિકેતન દ્વારા પ્રખ્યાત કલાકારો દ્વારા નિયમિત અંતરે કાર્યશાળા, જલસા અને વ્યાખ્યાનો વગેરે યોજવામાં આવે છે. બાળકોએ વર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણ અને તેમની વિશિષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરવા માટે સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ યોજાય છે. સંસ્થાનો પ્રયત્ન વિદ્યાર્થીઓને ફક્ત સારા વિદ્યાર્થીઓ બનાવવાનો જ નહી પરંતુ તેઓ તેમને એક સારી વ્યક્તિ બનાવવાનો પણ છે.

આ ઉપરાંત રવિવારે “સન્ડે ફોરમ” નું આયોજન થાય છે. જેમાં 5 થી 15 વર્ષની ઉંમરના બાળકો 15 જેટલી વિવિધ કલા અને રમત-ગમતની પ્રવૃતિઓમાં ભાગ લે છે.

નિયામકનો સંદેશો

21 મી સદીના આ સ્પર્ધાત્મક યુગમાં દરેક માનવી કોઈને કોઈ રીતે તનાવથી પીડાતો હોય છે.
“સંગીત” આ તનાવ દૂર કરવાનું ઉત્તમ સાઘન છે. તેમજ “સ્વર” થી ઇશ્વર સુધી પહોચાડવાનું ઉત્તમ માધ્યમ છે. “કલાનિકેતન” સ્વર અને શબ્દની ઉપાસના દ્વારા સંવેદનશીલતાને સંકોરવાનો પ્રયત્ન કરે છે.

તૃપ્તિ રાવલ

કાર્યકર્તાઓની યાદી

તૃપ્તિ રાવલ (નિયામક) સંગીત વિશારદ – કંઠ્ય
ૠજુલ શાહ સંગીત વિશારદ – હાર્મોનિયમ
શ્રી મૃદુલા પરિખ સંગીત વિશારદ – કંઠ્ય
કશ્યપ ત્રિવેદી સંગીત વિશારદ – તબલાં
પ્રાપ્તિ શાહ સંગીત વિશારદ – ભરતનાટ્યમ
રાઘિકા મારફતિયા ઉપાંત્ય વિશારદ – કથક
આર્જવ ત્રિવેદી બાળ નાટક દિગદર્શક
કુમાર અમરાનિયા સન્ડે ફોરમ
ભૂમી શાહ સંગીત વિશારદ – હાર્મોનિયમ

Subscribe for a Newsletter