કલા મહાવિદ્યાલય

સુવિધાઓ :

fine arts col 3.1દરેક વિભાગની સ્ટુડિયોમાં જરૂરી ઉપકર્ણો જેવા કે ચિત્રકામ માટે નું સ્ટેન્ડ, ડેસ્ક,લાકડાના મોડેલ્સ અને ઉપયોગી સાધનો ઉપલબ્ધ છે . સંસ્થાનું અતિ સમૃધ્ધ ગ્રંથાલય છે , જેમાં અપ્રાપ્ય પુસ્તકો પણ જોવા મળે  છે . કમ્પુટર પ્રયોગશાળા અને પ્રિન્ટ માટે પ્રેસનો પણ વિધાર્થીઓ ઉપયોગ કરી શકે છે. શિલ્પ વિભાગની સ્ટુડીયોમાં વિવિધ પ્રક્રિયાઓ માટે ના સાધનો વસાવેલા છે . ઈલેક્ટ્રીક ભઠ્ઠી અને ઈલેક્ટ્રીક ચક્ર, સીરેમીક અને પોટરીકામ માટે વપરાય છે .

બે વર્ષ પહેલાં સંસ્થામાં એક આર્ટ ગેલેરીની (કલાવિથિકા) બે લાખના ખર્ચે સ્થાપના કરવા માં આવી. આ કલાવિથિકા માં વિધાર્થીઓ અને શિક્ષકો પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન કરી શકે છે . અન્ય સંસ્થાઓ માટે આર્ટ ગેલેરી કલા-કૃતિઓના પ્રદર્શન માટે ઉપલબ્ધ છે .

તેજસ્વી પૂર્વ વિધાર્થીઓ :

ચી.ન.કલા મહાવિદ્યાલયે સમાજ ને અને રાષ્ટ્ર ને સુવિખ્યાત કલાકારો અને કલાવિવેચકો આપ્યા છે . કેટલાંક પ્રસિધ્ધ કલાકારો પદમભૂષણ દશરથ પટેલ, શ્રી કે.આર.યાદવ, શ્રી છગનલાલ જાદવ, શ્રી નટવરલાલ ભાવસાર, શ્રી પીરાજી સાગરા, શ્રી શાંતિ દવે , શ્રી નટુ પરીખ, શ્રી નાગજીભાઈ ચૌહાણ, શ્રી અમૃત પટેલ, શ્રી નબીબક્ષ મનસૂરી અને અન્ય.

Subscribe for a Newsletter