કલા મહાવિદ્યાલય

સંસ્થાના અભ્યાસનું માળખું :

સંસ્થામાં અત્યારે નીચેના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે .

  1. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ ડીપ્લોમા : આ વિભાગમાં ચિત્રકલાના પાયાના સિધ્ધાંતોને અનુસરવાની સમજ આપવામાં આવે છે જે માટે જરૂરી એકેડેમી અને વિવિધ માધ્યમોની તાલીમ આપવામાં આવે છે . જેમાં કલા અને પરંપરાઓના ઇતિહાસનો અભ્યાસ પણ સામેલ કરાય છે . કલાકારની વ્યક્તિગત અભિવ્યક્તિ અને ઓળખ વિકસાવવા માટે ની તાલીમ અપાય છે .
  2. એપ્લાઇટ આર્ટ (કોમર્શીયલ આર્ટ) ડીપ્લોમા : એપ્લાઇટ આર્ટ વિભાગમાં ડિઝાઈનનીમૂળ પરિભાષા (aspects) અને રોજીદા વ્યવહારૂ જીવનમાં તેનો ઉપયોગ જે તે સમય ના પરિપ્રશ્ચયમાં કરવા ની સમજ આપતી તાલીમ અપાય છે જેના અભ્યાસ બાદ વિધાર્થી આજના વ્યવહારિક જગતમાં માનભેર પ્રસ્થાપિત થઈ શકે છે .
  3. શિલ્પકલા ડીપ્લોમા : આ વિભાગમાં કલાના મૂળભૂત સિધ્ધાંતોની સાથે સાથે શિલ્પના વિવિધ પારંપરિક તેમજ આધુનિક માધ્યમની સમજ અપાય છે તદુપરાંત પરિમાણીય (2D) અને ત્રી પરિમાણીય (3D) ના વિવિધ સ્કેલમાં કામ કરવા ની તાલીમ અપાય છે આના પરિણામે એક સંપૂર્ણ જ્ઞાનસંપન્ન શિલ્પકાર સમાજ ને મળે છે .
  1. આર્ટ ટીચર્સ ડીપ્લોમા (ATD) : આ વિભાગમાં સમાજ ને તાલીમબધ્ધ કલા શિક્ષકો મળી રહે તે માટે ની વિષયવાર તાલીમ અપાય છે . કલા ઉપરાંત શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓના વહીવટ અંગે ની હેતુબધ્ધ તાલીમ આપવામાં આવે છે .

Subscribe for a Newsletter