કલા મહાવિદ્યાલય

વિહંગાવલોકન

વર્ષ ૧૯૫૨માં સ્થપાયેલી આ સંસ્થા ડી.ટી.સી.(ડ્રોઈંગ ટીચર્સ સર્ટીફીકેટ કોર્સ) અને પેઇન્ટિંગ જેવા અભ્યાસક્રમોના અમલીકરણ માટે સ્થાપવામાં આવી હતી. તેમાં શિલ્પ અને સિરામિક્સ જેવા અભ્યાસક્રમો પણ ચાલતા હતા. તે સમયે મુંબઈ રાજ્યમાં આવેલી સર જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સના અભ્યાસક્રમો અધિકૃત અભ્યાસક્રમો ગણવામાં આવતા હતા . પરિણામે શેઠ ચી.ન.કલા મહાવિદ્યાલયમાં પણ આજ અભ્યાસક્રમો દાખલ કરવા માં આવ્યા પરંતુ ગુજરાત રાજ્ય ની રચના થયા પછી અભ્યાસક્રમો માં સમયની માંગ પ્રમાણે ઈચ્છનીય ફેરફારો થયા. અને તે પ્રમાણે આધુનિક સમય ને અનુરૂપ અભ્યાસક્રમો ઘડાયા. વર્ષ ૧૯૬૦માં સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો અને તેના સ્થપતિ હતા શ્રી સુરેન્દ્રનાથ કાર જેઓ ટાગોરના શાંતિનિકેતનના પણ સ્થાપિત હતા. પૂર્વપ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈનાં હસ્તે મકાનો પાયો નાંખવામાં આવ્યો હતો.

સંસ્થા પરિચય

આ સંસ્થાનો ઈતિહાસ ભવ્ય રહ્યો છે . મૂર્ધન્ય કલાગુરૂ અને કલાવિદ્દ શ્રી રસીકલાલ પરીખે ગુજરાત રાજ્ય માં કલાના શિક્ષણને અહિ એક નવી ઉંચાઈ પર મૂકી દીધું. સમગ્ર ગુજરાતમાં કલાને ચિત્રકલાની એકેડેમીક તાલીમની દ્રષ્ટિએ એક સ્વતંત્ર વિષય તરીકે અને કલાના શિક્ષકો ના ઘડતર માટે શ્રી રસીકલાલ પરીખની આગેવાની હેઠળ શેઠ ચી.ન. કલા મહાવિધાલયમાં વર્ગો શરૂ થયા.

વિધાર્થી જીવન

fine arts col 1

વિધાર્થીઓ અનૌપચારિક અને મુક્ત શૈક્ષણિક વાતાવરણ માં રહી ને પોતાનો સમય કલા માં પારંગતતા મેળવવા વ્યતીત કરે છે . કુશળ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ સ્વાવલંબનના પાઠ શીખી એકબીજા નું મૂલ્યાંકન કરી પોતાના કાર્ય ને શ્રેષ્ઠતમ કરવા નો સતત પ્રયત્ન કરતા રહે છે . જેના પરિણામરૂપે શિક્ષકો અને વિધાર્થીઓ વચ્ચે નું મજબૂત સેતુ સંસ્થાનું મહત્વનું પાસું છે અત્રે તાલિમ પામેલ અસંખ્ય શિક્ષકો ગુજરાતને ગામડે ગામડે વર્ષોથી કલા નું શિક્ષણ આપી રહ્યાં છે અને કલાના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે .

Subscribe for a Newsletter