કમ્પ્યુટર સેન્ટર

નિયામકનો સંદેશ

નિયામક : બીમલ રાવલ

ચી.ન. કમ્પ્યુટર સેન્ટર

“આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટર અત્યંત મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કમ્પ્યુટરે આપણી કામ કરવાની પધ્ધતિ બદલી નાંખી છે. સમાજના દરેક વ્યકિત માટે હવે કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન અનિવાર્ય થઇ ગયું છે. કમ્પ્યુટરની શિક્ષણ ક્ષેત્રે પણ ઊંડી અસર પડી છે. આજે શાળાના શિક્ષણમાં કમ્પ્યુટર શિક્ષણનું મહત્વનું સ્થાન છે.

કમ્પ્યુટર ટેકનોલોજી શાળાના શિક્ષણની સાથે સાથે ઉચ્ચ શિક્ષણમાં ધરખમ ફાળો આપી રહી છે. ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ દુનિયા ભરની માહિતી પળવારમાં મેળવી લે છે. હવે સંશોધન માટે મોટા મોટા પુસ્તકો ઉથલાવવાને બદલે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને તેમનો કિંમતી સમય બચાવે છે. તેમને પુસ્તકો અને નોટ સાચવવા કરતા કમ્પ્યુટરમાં માહિતી સાચવવાનું સરળ પડે છે. કમ્પ્યુટરને કારણે હવે શિક્ષણ વર્ગ પૂરતું મર્યાદિત નથી રહ્યું. દૂરઅંતરનું શિક્ષણ કમ્પ્યુટર ટેકનોલોજીના કારણે ઘરે બેઠા થઇ શકે છે જેના વડે વિદ્યાર્થી સરળતાથી શિક્ષણ મેળવી શકે છે. ઈન્ટરનેટ દ્વારા અપાતા શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઘણો લાભ થાય છે.
આજે શિક્ષણ ક્ષેત્રને સરળ અને રસપ્રદ બનાવનાર કમ્પ્યુટરનો આભાર આપણે માનવો જ રહ્યો.”

શિક્ષકો :

કમ્પ્યુટર સેન્ટરમાં કમ્પ્યુટર વિષયમાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી એવા ૧૦ શિક્ષકો કાર્યરત છે. આ શિક્ષકોને કમ્પ્યુટર ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા જરૂરીયાત પ્રમાણે તાલીમ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને શિક્ષણમાં ઉપયોગી બને છે.

Computer center-03

કાર્યકર્તાઓ :

બિમલ કે. રાવલ (નિયામક)
પીજી-ડીએસીએ-(સીડેક-પુના),પી.જી.ડી.બી.એ.(એમ.આઇ.ટી-પુના)
શાલ્વી એમ. શાહ (શિક્ષક)
બી.સી.એ., નાઇલીટ એ લેવલ
સુષ્મા એચ. શાહ (શિક્ષક)
બીએસસી, બીએડ, પીજીડીસીએ
સ્નેહા પટેલ(શિક્ષક)
બી.સી.એ., એ.મ.સી.એ.
ચૈતાલી બી. પટેલ (શિક્ષક)
બીસીએ, પીજીડીસીએ, એ.મ.સી.એ.
હેતલ સોલંકી (શિક્ષક))
એમ.કોમ., પી.જી.ડી.સી.એ.
સપના એચ. ચોકસી(શિક્ષક)
બી.એસસી. , એમ.સી.એ.
માનસી આર. ભટ્ટ (શિક્ષક)
બી.સી.એ.
ક્રિષ્ણા સોની (શિક્ષક)
બી.સી.એ., એમ.એસસી.આઇટી.
શ્રેયા તલસાનીઆ (શિક્ષક)
બી.કોમ., નાઇલીટ ઓ લેવલ
હિરાલાલ પાસી (સેવક) રામાધાર યાદવ (સેવક)
જ્યંતિલાલ રાઠોડ (સેવક)

Subscribe for a Newsletter