કમ્પ્યુટર સેન્ટર

વિશેષ પ્રવૃતિઓ :

વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર સેન્ટર દ્વારા એક ‘કમ્પ્યુટર ક્લબ’ ચલાવવામાં આવે છે. આ ક્લબની બેઠક દર શનિવારે શાળા છૂટ્યા પછી યોજવામાં આવે છે. કમ્પ્યુટર ક્ષેત્રે ખાસ રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓને આ ક્લબમાં સભ્ય બનાવવામાં આવે છે. ક્લબનો મુખ્ય હેતુ કમ્પ્યુટર ક્ષેત્રે અવનવા સંશોધનો, નીતનવી ટેકનોલોજી તેમજ હાર્ડવેર-સોફ્ટવેર અંગે માહિતી મેળવવાનો છે.

ચી.ન. કમ્પ્યુટર સેન્ટર દ્વારા વર્ષમાં એક વખત પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કમ્પ્યુટર વિષયમાં વર્ષ દરમ્યાન મેળવેલ તાલીમ અંગે માહિતી દર્શાવવામાં આવે છે. ઉપરાંત વેકેશન બેચ દરમ્યાન કરેલ કામનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. “બેસ્ટ આઉટ ઓફ ઈ-વેસ્ટ” નામથી એક ખાસ પ્રવૃતિનું પ્રદર્શન કરવામાં આવે છે, જેમાં જુના નકામા થઇ ગયેલ કમ્પ્યુટર અને તેના ભાગોમાંથી અવનવી રચનાત્મક તેમજ ઉપયોગી વસ્તુઓ બનાવીને વિદ્યાર્થીઓને ઈ-વેસ્ટથી પર્યાવરણને બચાવવાનો એક પ્રયાસ દર્શાવવામાં આવે છે. ચી.ન. વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ ઉપરાંત બહારની શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનનો લાભ લે છે.

ચી.ન. કમ્પ્યુટર સેન્ટર અને કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ક્વિઝ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં અમદાવાદની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે.

કમ્પ્યુટર સેન્ટરમાં વિદ્યાવિહારને ઉપયોગી સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાવિહારની તમામ સંસ્થાઓમાં કમ્પ્યુટર અંગે રખરખાવ અને અન્ય ટેકનિકલ સહાયનું આ સેન્ટર દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. કેમ્પસની અન્ય સંસ્થાઓના સ્ટાફને અવાર નવાર આ સેન્ટર દ્વારા કમ્પ્યુટરની જરૂરી તાલીમ આપવામાં આવે છે.­­­­­­­­

સાધનો અને સવલતો

special intitutions landing 3આશરે રૂl. ૭૦ લાખના ખર્ચે કમ્પ્યુટર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. આજે આ સેન્ટરમાં ૨00 જેટલા આધુનિક કમ્પ્યુટર, ૮ લેબોરેટરી. ૧ ઓડિઓ વિઝયુઅલ રૂમ, ઝડપી નેટવર્ક અને ૧0 જેટલા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટરમાં કમ્પ્યુટર અંગેના પુસ્તકો અને મેગેઝિન સહિતનું પુસ્તકાલય બનાવવામાં આવેલ છે. આ સેન્ટર “કમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડીયા” ની મેમ્બરશીપ ધરાવે છે. દર વર્ષે લગભગ ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સી. એન. કમ્પ્યુટર સેન્ટર કમ્પ્યુટરનું શિક્ષણ પૂરું પડે છે.

પાઠ્યપુસ્તક પ્રકાશન :

કમ્પ્યુટર વિષય માટે ગુજરાત સરકાર દ્વારા ફક્ત ૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. ધોરણ ૩ થી ૮ માટે અન્ય પ્રકાશનોના પુસ્તકોની જગ્યાએ સી. એન. કમ્પ્યુટર સેન્ટરના નિષ્ણાત અને અનુભવી શિક્ષકો દ્વારા દરેક ધોરણ માટે અભ્યાસક્રમ બનાવીને પુસ્તકો તૈયાર કરવામાં આવે છે જે ફક્ત ચી.ન. વિદ્યાવિહારના બાળકો માટે જ પ્રકશિત કરવામાં આવે છે.

માહિતી પત્રિકા

કમ્પ્યુટર ક્ષેત્રે રોજબરોજ થતી પ્રગતિ અંગે વિદ્યાર્થીઓને સતત માહિતગાર કરવા માટે કમ્પ્યુટર સેન્ટર દ્વારા “ચી.ન. કમ્પ્યુટર વિઝન” નામની માહિતી પત્રિકા પ્રકાશિત કરવામાં આવે છે. કમ્પ્યુટર ક્ષેત્રે અવનવી અને રસપ્રદ તેમજ બાળકોને સરળતાથી સમજાય તેવા શબ્દોમાં આ પત્રિકા તૈયાર કરવામાં આવે છે. વર્ષમાં બે વખત પ્રકાશિત કરવામાં આવતી આ પત્રિકા ફક્ત ચી.ન. વિદ્યાવિહારના બાળકો પુરતી મર્યાદિત છે.

Subscribe for a Newsletter