વિહંગાવલોકન :
કમ્પ્યુટર કૌશલ્યની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને વિદ્યાવિહારની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે સમક્ષ બનાવવાના હેતુ સાથે ચી. ન. કમ્પ્યુટર સેન્ટરની સ્થાપના ૧૯૯૬માં કરવામાં આવી. આઠ લેબોરેટરી, ઓડિઓ વિઝયુઅલ લેક્ચર હોલ, આધુનિક હાર્ડવેર અને સોફ્ટવેર સાથે સજ્જ વિદ્યાવિહાર સંકુલની મધ્યમાં આ કમ્પ્યુટર સેન્ટર દર વર્ષે ૩૫૦૦ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ પીરસે છે.
અભ્યાસક્રમો :
કમ્પ્યુટર સેન્ટરની મુખ્ય પ્રવૃત્તિ ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓને તેમના નિયત અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ આપવાની છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સ્થાપિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી – NIELIT (DOEACC) દ્વારા અધિકૃત ચી.ન. કમ્પ્યુટર સેન્ટરમાં “૦” લેવલ અને “CCC” અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
કમ્પ્યુટર ક્ષેત્રે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ આ સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટુડી-થ્રીડી એનિમેશન અને મલ્ટીમીડીયા, વેબસાઈટ ડિઝાઈનીંગ, ડી.ટી.પી., ટેલી ઈઆરપી, માઈક્રોસોફ્ટ ઓફિસ, સી., સી.++, જાવા, એએસપી ડોટ નેટ,વિઝયુઅલ બેઝિક અને એસ કયુ એલના કોર્સ ચલાવવામાં આવે છે. વિદ્યાવિહાર ઉપરાંત બહારના વિદ્યાર્થીઓ પણ ઘણી ઓછી ફીમાં આ અભ્યાસક્રમોનો લાભ લઇ રહ્યાં છે.
કમ્પ્યુટર સેન્ટરમાં મે મહિનામાં વેકેશન બેચનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળાના ૧ થી ૧૨ ધોરણના બાળકો માટે જુદા જુદા રસપ્રદ કમ્પ્યુટર અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. બાળકોને આ બેચ પ્રિય હોવાથી મોટી સંખ્યામાં તેઓ આનો લાભ લે છે.
સન્માન અને પુરસ્કાર :
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એ.પી.જે. અબ્દુલકલામના હસ્તે ચી.ન. કમ્પ્યુટર સેન્ટરને વર્ષ ૨૦૦૪નો “થર્ડ કમ્પ્યુટર લીટરસી એક્સેલેન્સ એવોર્ડ” આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં સન્માન તરીકે સર્ટિફિકેટ અને ટ્રોફી તેમજ પુરસ્કાર રૂપે રૂl. ૧.૫૦ લાખ આપવામાં આવ્યા હતાં.
૨૦૧૦માં ACMA દ્વારા “બેસ્ટ ડિસ્પ્લે સ્ટોલ” ઈન એજ્યુકેશન કેટેગરીનો એવોર્ડ કમ્પ્યુટર સેન્ટરને આપવામાં આવ્યો હતો.