અંગ્રેજી કેંદ્ર

પરિચય :

વિધાવિહારની સંસ્થાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનાં કૌશલ્યો થી સજ્જ કરવા માટે વર્ષ ૧૯૯૯માં શેઠ ચી.ન. અંગ્રેજી કેંદ્રની  સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના અંગત જીવનમાં અને વ્યવહારોમાં અંગ્રેજી ભાષાનો સરળતાથી ઉપયોગ કરી શકે તે ઉદ્દેશી અંગ્રેજી કેંદ્રની સ્થાપના થઈ. આ કેન્દ્રની ઉદ્દઘાટન વિધ પ્રખર શિક્ષિણવિદ્દ અને યશપાલ કમિટિના અધ્યક્ષ ડૉ યશપાલજીના હસ્તે કરવામાં આવી હતી. અત્યાર સુધી માં લગભગ ૧૨૦૦ બાળકોને અંગ્રેજી ભાષાની તાલીમ આ કેંદ્રમાં આપવામાં આવી છે. અત્યાર સુધી આ કેંદ્રમાં વિધાવિહારનાં બાળકો, શિક્ષકો અને વાલીઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો ,પરંતુ જુન ૨૦૧૩થી અંગ્રેજી કેંદ્ર સમાજના બીજા વર્ગો માટે પણ ખુલ્લું મુકવામાં આવેલ છે.

કેન્દ્રના મુખ્ય ઉદ્દેશો :

વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્ત્તિઓ અને અભિગમો દ્વારા વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અંગ્રેજી ભાષાના કૌશલ્યોનું જ્ઞાન આપવામાં આવે છે. આની સાથે બાળકોને સામાજીક,બૌધિક,ભાવાત્મક અને નૈતિક મૂલ્યો પણ ભાષાના માધ્યમ દ્વારા આરોપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેન્દ્રમાં આવતા બાળકોને વાંચન પ્રવૃત્ત્તિ વિકસાવવા માં મદદ કરવામાં આવે છે. પ્રવૃત્ત્તિલક્ષી શિક્ષણ પધ્ધતિ નો ઉપયોગ અને સાથે સાથે ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓ ને સમૃધ્ધિ કરવામાં આવે છે.

 અંગ્રેજી કેન્દ્ર ની વિશેષતાઓ :

• આવશ્યકતા અનુસાર અભ્યાસક્રમ
• પ્રવૃત્તિમય શિક્ષણ
• બાળક કેન્દ્રી વર્ગ વ્યવહાર
• આદર્શ શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર
• અંગ્રેજી માધ્યમ દ્વારા અંગ્રેજી ભાષાનું શિક્ષણ
• ભાષાના મહત્તમ ઉપયોગ પર વિશેષ ભારણ
• ભાષા શિક્ષણ માટે ટેકનોલોજી નો ઉપયોગ
• ઓછામાં ઓછુ ગૃહ કાર્ય અને સતત મૂલ્યાંકન

અંગ્રેજી કેન્દ્ર ની સલાહકાર સમિતિ

૧. શ્રી ત્રિદીપ સુહૃદ (અધ્યક્ષ)
૨. ડો.ઇન્દિરા નિત્યાનંદન (સભ્ય)
3. ડો.રંજના હરીશ (સભ્ય)
4. શ્રી ડો. કિરીટ જોશી (નિયામક, શેઠ સી.એન.વિદ્યાવિહાર)
5. શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા
6. શ્રીમતી ગીતા જોશી (સભ્ય સચિવ)

Subscribe for a Newsletter