વિશિષ્ટ સંસ્થાઓ

વિશિષ્ટ સંસ્થાઓ

કમ્પ્યુટર સેન્ટર, અંગ્રેજી કેંદ્ર, કલાનિકેતન, ટેકનીકલ સેન્ટર અને સ્પોર્ટ્સ એકેડેમી – આ સંસ્થાઓની સ્થાપના પાછળનો ઉદ્દેશએ રહેલો છે કે સર્વાંગી વિકાસની વાત ફક્ત માહિતિપત્રકમાં ન રહે પરંતુ સાચા અર્થમાં તે શક્ય બને. આજના સ્પર્ધાત્મક યુગ માં જે પડકારોનો સામનો કરવા નો છે તે માટે વિધાર્થીઓ સુસજ્જ બને તે જોવાનું કામ શિક્ષણ સંસ્થાઓનું છે. વ્યાપક અર્થ માં શિક્ષણ ફક્ત પરિણામોમાં સારા ટકા મેળવે અને સારા પગાર ની નોકરી મળે તે નથી પરંતુ તેના માં અન્ય કૌશલ્યો પણ સંકાંત થાય અને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય તે પણ રહેલો છે . કલા, રમતગમત, અંગ્રેજી ભાષા, કમ્પ્યુટર સાક્ષરતા અને ટેકનીકલ કૌશલ્ય સર્વગ્રાહી વિકાસની દિશામાં પગલું છે અને એ આશયને મૂર્ત કરવા આ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી.

Subscribe for a Newsletter