વિદ્યાલય

સંસ્થા પરિચય:

ટ્રસ્ટી મંડળે પોતાની જ નવી શાળા શેઠ સી.એન કિશોર વિદ્યાલય અને શેઠ સી.એન. વિદ્યાલયનો શુભ પ્રારંભ તા:૮.૬.૧૯૨૬ના રોજ એક-એક વર્ગથી કર્યો. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી અને ઇન્દુમતીબેન શેઠે પ્રથમ શિક્ષકનું સ્થાન લઈને વિદ્યાલયનો સુદ્રઢ પાયો નાખ્યો.
માત્ર એક વર્ગથી શરૂ થયેલ વિદ્યાલયને ૧૯૩૩થી પોતાનું અલાયદું મકાન છે જેમાં આજે ધોરણ- ૯ અને ધોરણ-૧૦ ના પાંચ પાંચ વર્ગો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહના-૦૪ સામાન્ય પ્રવાહના-૦૪ એમ કુલ ૦૮ વર્ગો છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ ૧૯૭૬થી શરૂ થયો છે.વિદ્યાલયમાં કુલ ૧૮ વર્ગો ચાલે છે. ધોરણ- ૯ થી ૧૨ ના વર્ગો પૈકી ધો.૯ અને ૧૦ ના એક એક વર્ગમાં ટેકનિક્લ શિક્ષણના વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે.
સંસ્થાની લાઈબ્રેરી ઘણી સમૃદ્ધ છે. તેમાં CD/DVD ન્યૂઝ લેટર્સ, મેગેઝિન્સ, ન્યૂઝ પેપર્સ, તેમ જ ૧૫૦૦૦ થી વધુ સંદર્ભ પુસ્તકો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચવા માટે ઘરે પણ લઈ જઇ શકે છે.તેઓએ પુસ્તકમાથી શું મેળવ્યું,તેઓનો પુસ્તક વિશેનો અભિપ્રાય પણ ગ્રંથપાલ દ્વારા જાણવામાં આવે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સેન્ટરમા કમ્પ્યુટરની અને અંગ્રેજી કેન્દ્રમાં અંગ્રેજીની વિશિષ્ટ તાલીમ મેળવે છે. તેમજ કેમ્બ્રિજ યુનિવર્સિટી (UK) દ્વારા લેવાતી પરીક્ષાઓમા ઉચ્ચ પરિણામ મેળવી ભવિષ્યની કારકિર્દીનો માર્ગ પણ નક્કી કરી શકે છે. વિદ્યાર્થીઓને ઉદ્યોગ, ચિત્રકલા તેમજ સંગીતના તાસમાં નિપુણ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. .
વિદ્યાલયમાં ધોરણ ૧૦ ના તેજસ્વી વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી NCERT દ્વારા લેવાતી રાષ્ટ્રીય પ્રતિભા ખોજ (National Talent Search) પરીક્ષામાં બેસવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સફળતા મેળવી નેશનલ સ્કોલર થઈ સંસ્થાને ગૌરવ અપાવે છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવાતી પ્રખરતા શોધ કસોટી, ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ, રાષ્ટ્ર ભાષા પ્રચાર સમિતિ દ્વારા લેવાતી વિવેકાનંદ સાંસ્કૃતિક સ્વાધ્યાય કસોટી, હરી ૐ આશ્રમ દ્વારા રામાનુજ ગણિત પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા, બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન જેવી બાહ્ય પરીક્ષાઓ આપી વિદ્યાર્થીઓ ઉજ્જવળ પરિણામો મેળવે છે.
સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ જેવીકે સુગમ સંગીત સ્પર્ધા,. વિલીબેન દિવાન, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી હરિફાઈ, નિબંધ સ્પર્ધા, નવરાત્રી પર્વની ઉજવણી, રમતોત્સવ, વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના તેમજ કુશળ સંચાલનના ગુણો વિકસાવવાના હેતુથી શાળા પંચાયતની ચૂંટણી વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શેઠ સી.એન. વિદ્યાલયને જીલ્લા તેમ જ રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મળેલ છે.

Subscribe for a Newsletter