શિશુવિહાર

વિધાર્થી જીવન

બાળકોને શાળામાં દફતર લાવવાના રહેતા નથી. વિવિધ સ્વાદ ના પરિચય માટે તેમજ બધા જ પૌષ્‍ટિક નાસ્‍તા ખાતા શીખે તે હેતુથી તૈયાર કરાવેલ તાજો નાસ્‍તો તેમને આપવામાં આવે છે. પાણીની પરબનો વિસ્‍તાર ચોખ્‍ખો અને સુઘડ રાખવાની સૂચના આપવામાં આવે છે. અને પાણીનો બગાડ ન થાય તેની કાળજી રાખવાનું સમજાવવામાં આવે છે. નાસ્‍તો પૂર્ણ થયા પછી બાળકોને ખંડ સફાઈ કરી વાળી ચોખ્‍ખો રાખવાનું કહેવામાં આવે છે. વાંચન, લેખન, અને ગણતરી આનુંષંગિક રીતે શીખવાડાય છે. પધ્‍ધતિસરની તાલીમ Sr.kg માંથી શરૂ થાય છે. નાસ્‍તો જમણા હાથે, ઢોળ્યા વગર ખાવાની સમજ આપવામાં આવે છે. નાસ્‍તો પીરસવાની તાલીમ પણ આપવામાં આવે છે.

એવોર્ડ-સામાજિક સ્‍વિકૃતિ

shishu-08રાજકોટ સ્‍થિત સિસ્‍ટર નિવેદિતા ફાઉન્‍ડેશન તરફથી સમગ્ર ગુજરાતમાંથી વિધાવિહારના શિશુ વિહારને શ્રેષ્‍ઠ પ્રિ-પ્રાયમરી એવોર્ડ પ્રદાન કરવામાં ( ૨૦૦૯ ) આવ્‍યો છે.


પ્રવેશ

પ્રવેશ પ્રક્રિયા દર વર્ષે ડિસેમ્‍બર મહિનામાં શરૂ થાય છે. આવેલા પ્રવેશપત્રોની યોગ્‍ય ચકાસણી કરી સમિતિએ નક્કી કરેલા બાળકોને પ્રવેશ અપાય છે. બાળકની પ્રત્‍યક્ષ મુલાકાત લેવામાં આવતી નથી.

Subscribe for a Newsletter