શિશુવિહાર

મુખ્‍ય પ્રવૃત્તિઓ

રંગોનો દિવસ

shishu-07શાળામાં પહેલો પાઠ રંગોને લગતો હોય છે. વિધાર્થીઓને મુખય અને ગૌણ રંગો વિશે માહિતી આપવામાં આવે છે, અને તેની પરખ માટે રંગદિવસ ઉજવવામાં આવે છે. વર્ગખંડ માટે ચોક્કસ રંગ પસંદ કરવામાં આવે છે. અને એ દિવસે બાળકો એજ રંગની વસ્‍તુઓ લાવે છે. અને એ જ રંગના વસ્‍ત્રો પરિધાન કરે છે.


વર્ષગાંઠની ઉજવણી

shishu-04આર્થિક રીતે નબળા હોય તેવા બાળકો પણ કોઇ પણ જાતનાં ભેદભાવ વગર સમાન રીતે પોતાનો જન્‍મદિન ઉજવી શકે તે માટે વર્ષ દરમિયાન એક નક્કી કરેલા દિવસે સામુહિક વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો શાળામાં સુશોભન કરે છે. ફુગ્ગાઓ દિવાલ ઉપર લગાવે છે અને વિધાર્થીઓને સ્‍વાદિષ્‍ટ નાસ્‍તો આપવામાં આવે છે. પપેટ શો અને મેજીક શોનું મનોરંજન માટે આયોજન કરાય છે. વિવિધ રાઇડસ બાળકોને આનંદ-પ્રમોદમાં ઝબકોળે છે. સમગ્ર વાતાવરણ ઉત્‍સવ જેવું લાગે છે. અને દરેક બાળક પોતે વિશિષ્‍ટ છે તેવો અનુભવ કરે છે. વર્ગશિક્ષક સાથે ફોટો પડાવ્‍યા પછી દરેક બાળકોને એ દિવસની યાદમાં નાની ભેટ આપવામાં આવે છે.

રમતોત્‍સવ

shishu-05શિયાળામાં રમતોત્‍સવ ઉજવવામાં આવે છે. અને બાળકોની વયને અનુરૂપ રમતો રમાડાવામાં આવે છે. આમ પહેલી વાર બાળકો સ્‍પર્ધા તથા સમૂહભાવનાને સમજતા થાય છે.


સાંસ્‍કૃતિક કાર્યક્રમ

shishu-06સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ શૈક્ષણિક તાલીમનું મહત્‍વનું અંગ છે. અહીં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં દરેક બાળકને તખ્‍તા ઉપર આવવાની તક મળે તે રીતે આયોજન કરવામાં આવે છે. તેઓ વાર્તા કહે, ગીત ગાય, નૃત્‍ય કરે અથવા તેમને ગમતી પ્રવૃતિ કરી પોતાનું કૌશલ્‍ય બતાવે.

Subscribe for a Newsletter