કિશોર વિધાલય

શૈક્ષણિક અને ઇતરપ્રવૃત્તિઓ :

2013-10-12 09.40.13સવારની પ્રાર્થના મદિરની સુંદર પ્રાર્થના સમગ્ર દિવસ માટેનો માહોલ બનાવે છે. દરેક વર્ગમાં કોઇ એક સાંસ્કૃતિક નિદર્શનની તૈેયારી માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. સંગીત, કળા, નૃત્ય, નાટય, વકૃત્તત્વ જેવી પ્ર્ર્ર્ર્ર્વૃત્તિઓ પર ખાસ ભાર મૂકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવે છે. સમયાંતરે તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને અવેકેાશ મળે તે માટે શાળામાં શાળા છૂટયા પછી ચાલતી રામાનુજ ગણિત કલબ-વિક્ર્ર્ર્ર્મ વિજ્ઞાન મંડળ-ટાગોર ઇંગ્લીશ કલબ અને અમર્ત્થસેન સા. વિ કલબ દ્વારા નકકી કરેલા સ્થાનોેેે પર લઇ જવામાં આવે છે. જયાં વ્યકિગત અને સમૂહમાં ચાકકસ પ્ર્રવૃતિઓ દ્વારા પોતાના કૌશલ્યને નિખારે છે.

વિધાર્થી જીવન

Kishor vidhyalaya 2વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને માટે માર્ગદર્શન આપવામાં આવે છે. વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મોડલિંગ, રમત, વિજ્ઞાનમેળો અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઇ ઇનામ તથા શીલ્ડ મેળવી સંસ્થાને ગૌરવ અપાવે છૈ. દર વર્ષે બાળકો ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત હિન્દી પરીક્ષા, ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત ભારતીય સંસ્કૃતિને લગતી પરીક્ષાઓ, તેમજ બૃહદ ગુજરાત સંચાલિત સંસ્કૃતની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. વિશિષ્ટ દિવસોએ મહાપુરુષોને પાર્થના મંદિરમાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
સામાજિક જવાબદારીના ભાગ રૂપે બાળકો અને વાલીઓ કપડાં અને ધાબળાનું દાન કરે, કોર્પોરેશનની શાળાઓમાં ચીકકી, મીઠાઇ અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. અનાથાશ્રમ, ઘરડાઘર તથા હોસ્પિટલમાં જઇ ફળ, દવા વગેરેનું વિતરણ અને મનોરંજન કાર્યકમ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે પ્રસ્તુત કરવામાં આવે છે. શાળામાં જીઈઈ ની ટ્રેનીંગ આપવામાં આવે છે. શિક્ષકો દ્વારા મંગલદિન અને વિદ્યાર્થીઓ દ્વારા મુકત વિદ્યાર્થી વસ્તુ ભંડાર ચલાવી વિદ્યાર્થીઓને શિક્ષણપયોગી વસ્તુઓ આપવામાં આવે છે.

Subscribe for a Newsletter