કિશોર વિધાલય

વિહંગાવલોકન :

કિશોર વિધાલયમાં ધોરણ ૬ થી ૮ ધોરણનો સમાવેશ થાય છે. અને દરેક ધોરણના પાંચ વર્ગો છે. શિક્ષણનું માધ્‍યમ ગુજરાતી છે. વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં ગુજરાતી, હિન્‍દી, સંસ્‍કૃત અને અંગ્રેજી ભાષાઓ, ગણિત, વિજ્ઞાન, સમાજવિધા, શારીરિક શિક્ષણ, ચિત્રકામ, સંગીત અને સુથારીકામ જેવા વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. કૂલ ૧૭ શિક્ષકો પ્રતિબધ્‍ધતા સાથે માર્ગદર્શન પૂરું પાડે છે.

શિક્ષણ-પ્રશિક્ષણ પ્રક્રિયા :

સમગ્ર પ્રક્રિયાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્‍ટિકોણ કેળવાય અને ગણિતમાં નવા કૌશલ્‍યો કેળવાય તે હેતુ રહેલો છે. વિધાર્થીઓ પ્રયોગશાળામાં અવનવા પ્રયોગો કરી અનુભવ મેળવે છે. અને ગાણિતિક તથા વિજ્ઞાનમાં મૉડેલ્‍સ તૈયાર કરે છે, જેમાં તેમની સર્જનાત્‍મકતા અને મેળવેલી સમજ પ્રતિબિંબિત થાય છે.

પ્રવેશ પ્રક્રિયા :

કિશોર વિધાલયમાં પ્રવેશ ધોઃ ૬ થી આપવામાં આવે છે. દર વર્ષે બે નવા વર્ગો ઉમેરવામાં આવે છે. અને ત્રણ વર્ગોમાં બાળ વિધાલય માંથી આવેલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ ગુણવત્તાના ધોરણે અપાય છે. ધોરણ-૭ અને ૮ માં જો જગ્‍યા ખાલી પડી હોય તો ગુણવત્તાનાં ધોરણે પ્રવેશ અપાય છે.

સામાજિક પ્રવૃત્તિ :

મુકત વિધાર્થી વસ્‍તુ ભંડાર એ કિશોર વિધાલયની શ્રેષ્‍ઠ વિધાર્થી પ્રવૃત્તિ છે. વિધાર્થીઓ દ્વારા દર ગુરૂવારે ફાળો એકત્રિત કરી જરૂરીયાતવાળા વિધાર્થીને મફત શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

સંસ્‍થાકિયા જોડાણ :

શાળાએ વિક્રમ સારાભાઇ કમ્‍યુનિટી વિજ્ઞાન કેન્‍દ્ર સાથે જોડાણ કરીને ગણિત તથા વિજ્ઞાનનાં મોડૅલ્‍સ પ્રયોગ માટે તૈયાર કરવામાં આવ્‍યા છે. વિવિધ પ્રકારનાં સાધનો દ્વારા બાળકોને ગણિતની પરિભાષા અને કન્‍સેપ્‍ટને આત્‍મસાત કરે છે.

Subscribe for a Newsletter