શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા

વિદ્યાર્થી જીવન

શાળાની મકાનની આસપાસ વૃક્ષો બાળકો માટે શિક્ષણની પ્રક્રિયાનો ભાગ બની રહે છે. વિશાળ મેદાનો ઉપર આંનદપુર્વક રમતાં બાળકો વિશિષ્ટ આકર્ષણ બની રહે છે. વિધાવિહારની સ્પોર્ટસ એકેડમીમાં તેમને ક્રિકેટ, વોલીબોલ,હેન્ડબોલ,બેડમીન્ટન,ટેબલટેનિસ વિગેરેની સાથે કરાટે અને યોગની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વકૃતત્વ સ્પર્ધા, ચર્ચા સભા અને અન્ય વર્ષ દરમ્યાન યોજાતી સ્પર્ધાઓ બાળકોના વિકાસ માટે ઉદ્દ્દીપકનું કાર્ય કરે છે.

પ્રવેશ પ્રક્રિયા

ચી.ન. શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ-૫માં પ્રવેશ આપવામાં આવે છે. અને તે પ્રક્રિયા જાન્યુઅરી માસમાં શરૂ થાય છે.

ધ્યાનાકર્ષક બનાવ

બાળકોએ ગાંધીજયંતીના દિવસે બન્ને શાળાના વિદ્યાર્થીઓ દાંડી માર્ચમાં ભાગ લીધો અને ગ્રિનિસ બૂક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન પામ્યા. બાળકોની સંવેદનશીલતા અને અન્યને સહાયરૂપ થવાની ભાવનાને ઉત્ત્તેજીત કરવા વૃધ્ધાશ્રમ,હોસ્પીટલ,અંધશાળા વિગેરે સંસ્થાઓની મુલાકાત યોજવામાં આવે છે.

Subscribe for a Newsletter