શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા

મુખ્ય પ્રવૃત્ત્તિઓ

અભ્યાસક્રમની સાથે ઈતરપ્રવૃત્ત્તિઓ શિક્ષણનાં અંતર્ગત ભાગ તરીકે જોવામાં આવે છે. કલા, સંગીત અને સંસ્કૃતિક પ્રવૃત્ત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ધડતરને કેંદ્રમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓની અન્ય વિષયોમાં સજ્જતા વધે તે માટે રાજ્ય અને રાષ્ટ્રય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. સાયન્સ ઓલોમ્પીયાર્ડ, મેથ્સઓલોમ્પીયાર્ડ, મેકમીલન અને ન્યુ સાઉથ વેસ્ટ યુનિવર્સિટી દ્વારા આયોજીત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રકલ્પો,પ્રદર્શનો અને વિરાસત માટેના કાર્યક્રમો દ્વારા વિકાસ સાધવા માટે શાળા પ્રયત્નશીલ રહે છે. વિવિધ સ્થળોના પ્રવાસો સમયાંતરે યોજવામાં આવે છે. સંસ્થાનાં વિશાળ મેદાન ઉપર વિવિધ પ્રકારની રમતોની તક પૂરી પાડવામાં આવે છે. આમ સર્વગ્રાહી શિક્ષણ અને સતત મૂલ્યાંકન સંસ્થાની વિશિષ્ટ ઓળખ બની રહી છે.

વિદ્યાર્થી જીવન

શાળાની મકાનની આસપાસ વૃક્ષો બાળકો માટે શિક્ષણની પ્રક્રિયાનો ભાગ બની રહે છે. વિશાળ મેદાનો ઉપર આંનદપુર્વક રમતાં બાળકો વિશિષ્ટ આકર્ષણ બની રહે છે. વિધાવિહારની સ્પોર્ટસ એકેડમીમાં તેમને ક્રિકેટ, વોલીબોલ,હેન્ડબોલ,બેડમીન્ટન,ટેબલટેનિસ વિગેરેની સાથે કરાટે અને યોગની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વકૃતત્વ સ્પર્ધા, ચર્ચા સભા અને અન્ય વર્ષ દરમ્યાન યોજાતી સ્પર્ધાઓ બાળકોના વિકાસ માટે ઉદ્દ્દીપકનું કાર્ય કરે છે.

પ્રવેશ પ્રક્રિયા

ચી.ન. શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ-૫માં પ્રવેશ આપવામાં આવે છે. અને તે પ્રક્રિયા જાન્યુઅરી માસમાં શરૂ થાય છે.

ધ્યાનાકર્ષક બનાવ

બાળકોએ ગાંધીજયંતીના દિવસે બન્ને શાળાના વિદ્યાર્થીઓ દાંડી માર્ચમાં ભાગ લીધો અને ગ્રિનિસ બૂક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન પામ્યા. બાળકોની સંવેદનશીલતા અને અન્યને સહાયરૂપ થવાની ભાવનાને ઉત્ત્તેજીત કરવા વૃધ્ધાશ્રમ,હોસ્પીટલ,અંધશાળા વિગેરે સંસ્થાઓની મુલાકાત યોજવામાં આવે છે.

Subscribe for a Newsletter