શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા

શાળા ની ફિલસૂફી

શેઠ ચી.ન.શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા એક વિશિષ્ટ શાળા તરીકે ઓળખી શકાય. તે સર્વ વિદિત વાત છે. અને કેટલાક સંશોધનોએ પ્રતિપાદિત કર્યું છે કે પ્રાથમિક કક્ષાએ બાળકોની સમજ અને વિભાવનાઓની સ્પષ્ટતા માતૃભાષાના શિક્ષણ દ્વારા જ શકય બને છે. ધોરણ-૪ સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણેલા બાળકોને આ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે. ઉપરોક્ત સિધ્ધાંતને અનુરૂપ શાળા ધોરણ ૫ થી શરૂ કરવામાં આવી છે. દરેક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાય તેવા ઉદ્દેશથી વર્ગદીઠ સંખ્યા ૩૫ ની મર્યાદામાં રાખવામાં આવી છે. દરેક ધોરણના બે વર્ગો રાખવામાં આવ્યા છે. હાલમાં ધોરણ ૫ થી ધોરણ ૮ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. લગભગ ૨ કરોડ ૪૦ લાખના ખર્ચે બાંધવામાં આવેલા નવા મકાનમાં વિજ્ઞાન અને ગણિતની પ્રયોગશાળાની સાથે લગભગ ૧૫૦૦ પુસ્તકો, મેગેઝીન્સ, સમાચાર પત્રો અને સામાયિકોથી સુસજ્જ ગ્રંથાલય આવેલા છે.

Subscribe for a Newsletter