બાલ વિધાલય

 

સંસ્થા પરિચય

IMG_0243_1
૧૯૪૧માં ઉદ્યોગકેન્દ્રી બુનિયાદી શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણની પાયાની જરૂરિયાત સંતોષવા માટે સ્વ- નિર્ભર સંસ્થા શેઠ સી. એન. બાલ વિદ્યાલયનો આરંભ થયો. હાલ બાલ વિદ્યાલયમાં ધોરણ-૧ થી ૫ ના દરેકના ૦૩ વર્ગો ચાલે છે. વર્ગદીઠ લગભગ ૪૫ થી ૫૦ની સંખ્યામાં પ્રવેશ અપાય છે. વર્ષ દરમ્યાન બાલગીત ગાનસ્પર્ધા, બાલવાર્તા, કથનસ્પર્ધા, આંતરશાળા સ્પર્ધા, શૈક્ષણિક પ્રદર્શનો, બાળમેળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત વેકેશન શિબિરમાં ચિત્ર, સંગીત, નાટ્ય જેવી બાળકોને ગમતી સર્જનાત્મક પ્રવૃતિઓ યોજાય છે. ઋતુ પ્રમાણેના આહારનું મહત્વ સમજાવવામાં આવે છે. નાસ્તામાં પૌષ્ટિક આહાર લાવવાનો જ આગ્રહ રાખવામાં આવે છે. મેંદાની બનાવટો, બિસ્કીટ, ચોકલેટ લાવવાની મનાઈ છે.

Subscribe for a Newsletter