શાળાઓ
વિદ્યાવિહારમાં કેમ્પસ ઉપર વર્ષ ૧૯૨૬માં ઉચ્ચ માધ્યમિકની (હાઇસ્કૂલ) સ્થાપના કરવા માં આવી જે સૌ પ્રથમ સંસ્થા હતી. ૧૯૧૨માં કુમાર-છાત્રાલયની સ્થાપના થઈ હતી. તે સમયે ગુણવત્તાસભર શિક્ષણ અને વિધાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ આ શાળા સ્થાપવામાં આવી હતી. શાળાના દૃષ્ટિવંત સ્થાપકોએ જીવનલક્ષી કૌશલ્યો, મૂલ્યો અને સ્વાવલંબન જેવા ગુણોને વિધાર્થીઓમાં આત્મસાત થાય તેના ઉપર ભાર મૂક્યો હતો.
છાત્રાલયો ની સ્થાપના બાદ માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા અને પૂર્વ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવા માં આવી અને આમ વિધાર્થી ના સમગ્ર શિક્ષણની પ્રક્રિયાને આવરી લેવા માં આવી. આ શાળાઓમાંથી શિક્ષિત થયેલી વ્યક્તિઓ આજે સમાજ ના વિવિધ ક્ષેત્રો જેવા કે કલા, સંગીત, વેપાર, ઉદ્યોગ, વિજ્ઞાન સંચાલન, શિક્ષણ,ન્યાયતંત્ર, દાકતરી, ઇજનેરી વિગેરેમાં મોભાભર્યુ સ્થાન શોભાવે છે. આ શાળાઓમાં માધ્યમ તરીકે માતૃભાષા ગુજરાતી છે . સાંપ્રત સમાજની માંગને અનુલક્ષીને વર્ષ ૨૦૧૦માં શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી જેમાં ધો.૫ થી પ્રવેશ આપવા માં આવે છે.
વિદ્યાવિહારની બધી જ શાળાઓ ભાઈઓ-બેહનો માટે ની સહશિક્ષણ આપતી શાળાઓ છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળા (ધો.૧ થી ૫) ના બાળકો માટે શાળાનો યુનિફોર્મ ફરજીયાત નથી. ધો ૬ થી ૧૨ ના વિધાર્થીઓ માટે હાથ-વણાટની ખાદીનો યુનિફોર્મ ફરજીયાત છે.
યોગ્ય સંચાલન માટે શાળાનું ૪ વિભાગ માં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.





દરેક શાળાને પોતાનું અલગ મકાન, ગ્રંથાલય અને મેદાનો છે અને દરેક સંસ્થા તેમના આચાર્યના માર્ગદર્શન નીચે શિક્ષકોના સહયોગથી શિક્ષણપ્રક્રિયા ને તેજસ્વી બનાવી, ચારિત્ર્ય ઘડતરનું કામ કરે છે.