તાલીમી વિદ્યાલય

પરિચય :

PTC 1શિક્ષણને ન્યાય આપી શકે અને ગામડાઓમાં જઈ કામ કરી શકે તેવા સક્ષમ ઉત્તમ શિક્ષકો તૈયાર કરવાના હેતુથી આ સંસ્થાની સ્થાપન ઈ.સ. 1947 માં કરવામાં આવેલ જેની ગણના રાજ્યની મૂલ્યવાન શિક્ષણ સંસ્થા તરીકે થાય છે. દૂરના જિલ્લાઓ માંથી પ્રવેશ મેળવનાર પ્રશિક્ષણાર્થી ભાઈઓ માટે છાત્રાલયની ઉત્તમ સુવિધા પણ છે. સંસ્થામાં સમયની માંગ પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષકની તાલીમ સાથે સાથે, TET, TAT તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. પી.ટી.સી. કોર્ષનું નવું નામાભિધાન ડી.એલ.એડ્ (D.El.Ed.) કરવામાં આવેલ છે. સંસ્થાને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્રક્રમાંક નં 41/STP/9999/1 તા. 17-01-1985 થી તથા NCTE પત્રક્રમાંક નં. WRC/5-6/2000/6780 નં 312004 થી માન્ય સંસ્થા છે.

પ્રવેશ પ્રક્રિયા :

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા ધોરણ-12 પાસ ઉમેદવારોને કેન્દ્રિયકૃત રીતે પ્રવેશ આપવામાં આવે છે. 50 ઈન્ટેક ધરાવતા આ કોર્સમાં છાત્રાલયની સુંદર સગવડ ઉપલબ્ધ છે.

Subscribe for a Newsletter