સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે. – મનુભાઇ પંચોળી
ઇતિહાસ અને વિહંગાવલોકન
તત્કાલીન મુંબઇ રાજયના શિક્ષણમંત્રી શ્રીમતી ઇંદુમતીબેન શેઠે વર્ષ ૧૯૬૪માં ગાંધીજીના બુનિયાદી તાલીમના ખ્યાલને ધ્યાનમાં રાખીને જી.બી.ટી.સી. ની સ્થાપના કરી.બદલાતા પ્રવાહોને ધ્યાનમાં લઇને સન ૨૦૧૦માં N.C.T.E. (ભોપાલ) દ્વારા સંસ્થાને બી.એડ્. કોલેજમાં પરિવર્તન કરવાની સ્વીકૃતી પ્રપ્ત થઇ અને તેનું નામાભિધાન શેઠ ચી.ન. શિક્ષણ મહાવિદ્યાલય (Sheth C.N. College Of Education) કરવામા આવ્યું ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી સંસ્થા પાયાના મૂ૯યોને નજર સમક્ષ રાખી પ્રશિક્ષણાર્થીઓને શિક્ષિત કરે છે.
અભ્યાસક્રમ
બે વર્ષના આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ શિક્ષણના જનરલ વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે સાથે મેથડ તરીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક- વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન ,મનોવિજ્ઞાન, એકાઉન્ટ/ કોમસૅ વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે.
વિદ્યાર્થી જીવન
સમાજને આજે જોઇએ છે તાલીમબદ્વ, સક્ષમ શિક્ષકો, જે ભાવિ પેઢીનું ઘડતર કરી શકે. ફકત બી.એડ્.ની ઉપાધિ પ્રાપ્ત કરવાથી ઉત્તમ શિક્ષક બની શકાતુ નથી. આ સંસ્થા ભવિષ્યના શિક્ષકોને અભ્યાસક્રમની સાથે વિવિધ સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા તેમના વ્યકિતત્વના વિવિધ પાસાઓ વિકસે તે દિશામાં સતત પ્રવૃત્તિશીલ રહે છે. તેમનામાં આત્મસન્માન તથા આત્મવિશ્વાસ જન્મે અને તેઓ મૂ૯યનિષ્ઠ બને તેવો પ્રયત્ન આચાર્ય અને શિક્ષકો સતત કરતા રહ્યા છે.તાલીમ દરમ્યાન સંસ્થામાં ખાદીનો ગણવેશ ફરજિયાત છે.
પ્રવેશ પ્રક્રિયા
નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન દ્વારા માન્યતા ધરાવતી આ સંસ્થા ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે ૫૦ વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રવેશ અપાય છે.ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
ફી ની વિગતો
અમારી સંસ્થા ગ્રાન્ટ- ઇન-એઇડ છે. તેમાં ભાઇઓની ફી પ્રત્યેક સેમેસ્ટર દીઠ ૧૭૮૫ રૂ. અને બહેનોની ફી સેમેસ્ટર દીઠ ૫૩૫ રૂ. છે.
સંસ્થાની સુવિધાઓ:
૧)પ્રાર્થના ખંડ
૨)મનોવિજ્ઞાન પ્રયોગશાળા
૩)કમ્પ્યુટર લેબ
૪)વિજ્ઞાન પ્રયોગશાળા
૫)ઓડિયો વિડિયો રૂમ
૬)પુસ્તકાલય (૫૮૬૫ પુસ્તકો)
૭) TLM રૂમ
૮)રમતનું મેદાન
૯)સેમિનાર હોલ
૧૦)આટૅ એન્ડ કા્ફટ રૂમ
સંસ્થાના જોડાણો
૧) શિક્ષણ વિભાગ ગુજરાત રાજય : તા. ૨૯/૦૨/૧૯૬૪ ના પત્ર થી જોડાણ નં : GCM.1263-A
૨) એન. સી.ટી. ઈ. કોડ નંબર : ૩૧૩૦૨૧ તા. ૧૮/૨/૧૯૯૮
૩) ગુજરાત યુનિવર્સિટી કોલેજ કોડ : ૩૬૭
૪) ઉચ્ચ શિક્ષણ વિભાગ : ઝોન -૯૧ કોલેજ કોડ- ૬૧