સગવડો

છાત્રાલય

સગવડો

ભોજન

છાત્રલયના રસોડામાં જૈન પધ્ધતિ પ્રમાણે બનાવેલું જમણ પીરસવામાં આવે છે. છાત્રો કંદમૂળનો ઉપયોગ કરતાં નથી અને જૈન ધર્મના સિધ્ધાંતો અનુસાર ભોજન બને છે. છાત્રેને અડાલજની ગૌશાળામાંથી આવેલું શુધ્ધ ગાયનુ દૂધ આપવામાં આવે છે.

વાચનખંડ અને ગ્રંથાલય

૧૦ વર્ષ પહેલાં વિશાલ વાચન ખંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં છાત્રો અભ્યાસ કરે છે. તેમને માટે શિબિરો પણ યોજવામાં આવે છે. વાચનખંડની સાથે આવેલું છે. લગભગ ૧૦૦૦ જેટલાં વિવિધ વિષયોના પુસ્તકો છાત્રેની જ્ઞાનની ભુખ સંતોષવા ઉપલબ્ધ કરાયાં છે. આંતરિક અને બાહ્ય રમતો પણ વિશાળ મેદાનો ઉપર છાત્રો રમે છે.

આરોગ્ય કેન્દ્ર

પરિસર ઉપર સ્વાસ્થ્ય કેન્દ્ર કાર્યરત છે. નિષ્ણાંત ડૉકટરની સેવા કેન્દ્રમાં લેવામાં આવે છે. વ્યાયામ વિદ્યાલયમાં મેડીકલ ઓફિસર તરીકે નિમાયેલા ડૉકટરની કેન્દ્રમાં છાત્રોને જરૂરી દવા આપીને યોગ્ય માર્ગદર્શન આપે છે, અઠવાડિયામાં ત્રણ દિવસ ડૉકટર છાત્રાલયમાં નિયમિત સેવા આપે છે.

પ્રવેશ

એપ્રિલ માસમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થાય છે. ગુજરાતી સમાચાર પત્રોમાં જાહેરાત આપવામાં આવે છે. ૧૨૦ છાત્રો અને ૮૦ છાત્રાઓ માટે આવેલી અરજીઓની ચકાસણી કરી પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે. લાયક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જેમને શૈક્ષણિક સગવડ પોતાનાં ગામમાં ઉપલબ્ધ ન હોય તેમને પ્રવેશ આપવામાં આવે છે.

Subscribe for a Newsletter