સંસ્થાઓ

“સી.એન.” ના હુલામણા નામથી સુવિખ્યાત ચી. ન. વિધાવિહાર ગુજરાત રાજ્યમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપતું વિશાળ સંકુલ છે. ગુજરાતી ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે પ્રાધાન્ય આપવામાં આવે છે. વિધાર્થી ઓના સુગ્રથિત, સર્વાંગી વિકાસને ધ્યામાં રાખી ઈતરપ્રવુતિઓને ખાસ ઉત્તેજન આપવામાં આવે છે. સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં સમૂહ પ્રાર્થનાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં મૂલ્યો સંક્રાંત કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો તેમની માનસિક અને ભાવનાત્મક ક્ષિતિજોને વિસ્તૃત કરવામાં સહાયરૂપ બને છે, અને વિદ્યાર્થીઓ ને સાદગી તથા પારદર્શિતાના પાઠ જીવનમાં ઉતારવાનું પ્રેરકબળ બની રહે છે. વિશાળ કેમ્પસ ઉપર ખાદીનો ગણવેશ પરિધાન કરેલા બાળકો રમતો રમી શારીરિક કૌવત પ્રાપ્ત કરે છે.

છાત્રાલય

છાત્રાલય છાત્રાલયો વિધાવિહારની કરોડરજ્જુ સમાન છે. ગામડાઓમાંથી શહેરમાં ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ માટે આવતા બાળકો માટે છાત્રાલયો આશીર્વાદ સમાન છે. સ્વાશ્રય, શ્રમ અને સ્વાવલંબનના પાઠ છાત્રાલયમાં બાળકો શિખે છે. સવારથી સાંજ સુધીનું સમય પત્રક છાત્રોને પ્રવૃત રાખે છે, અને સાથોસાથ સ્વઅધ્યયનની તક પૂરી પડે છે.

વધુ જાણવા

શાળાઓ

શાળાઓ વિધાર્થીઓની જીજ્ઞાસાવૃતિને સંતોષવા અને તેમના વૈજ્ઞાનિક અભિગમને કેળવવાની સાથે શાળાઓ તેમનામાં વ્યવહારિક જગતમાં સફળ થવાની પણ તાલીમ આપે છે. અને શિક્ષણના મૂળભૂત હેતુઓને ચરિતાર્થ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે.

તાલીમી સંસ્થાઓ

vyayamતાલીમી વિધાલયોની સ્થાપના સમાજને ઉત્કૃષ્ટ તાલીમી શિક્ષકો મળે તેવા હેતુથી કરવામાં આવી હતી. બુનિયાદી તાલીમના પાયાના મૂલ્યો જેવાકે સ્વનિર્ભરતા, સ્વાવલંબી અને સેવાની ભાવના વગેરેને કેન્દ્રમાં રાખી શિક્ષણ પ્રણાલી ગોઠવવામાં આવી છે.

વિશિષ્ટ સંસ્થાઓ

ખાસ સંસ્થાઓ કલા, ટેકનોલોજી, કમ્પ્યુટર, અંગ્રેજી ભાષા વગેરેમાં વિધાર્થીઓને ખાસ તાલીમ આપવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ એકેડમી, કમ્પ્યુટર સેન્ટર, અંગ્રેજી કેન્દ્ર જેવી સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવી.

Subscribe for a Newsletter