ધબકતું ચી.ન. પરિસર

પૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાવિહારના વિશાળ કેમ્પસ ઉપર પ્રદુષણરહિત કેમ્પસ ઉપર આનંદસભર સમયને વાગોળે છે. અભ્યાસ કરીગયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ શુધ્ધ હવા, પક્ષીઓનો કલરવ, વિશાળ મેદાનો, જ્યાં તેઓ મુક્ત રીતે હરતા –ફરતા અને રમતો રમતાં , એકબીજા સાથેની મસ્તી- મજાક અને જીવંત ચર્ચાઓ, પ્રાર્થનામંદિરમાં કરેલા વક્તવ્યો પ્રેમપૂર્વક સ્મરે છે . સમર્થ શિક્ષકો સાથે વર્ગખંડ માં અને ખંડ બહાર પસાર કરેલો સમય આ સ્મૂતિઓ તેમના મનમાં કંડારાયેલી છે . ભવ્ય ભૂતકાળ ના સંસ્મરણો તેમને આજે પણ રોમાંચની અનુભૂતિ કરાવે છે . રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અતિથિઓના ઉદબોધનો અને તેમની સાથેની આંતરક્રિયા એ અમૂલ્ય સંભારણુ બની રહ્યું છે. ૨૦૧૨-૨૦૧૩ શતાબ્દી વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોની ૩ વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રી તેમનાં પ્રેરક વ્યાખ્યાનોની શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા , સાહિત્ય , સંગીત, વિજ્ઞાન , વિવિધ ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ વિદ્યાવિહારના બાળકોને અને શિક્ષકોને સમૃધ્ધ કર્યા.

સમાચારો અને જાહેરાતો

Sannidhi Newsletter

Read Online Read Online

Computer Vision Newsletter

Read Online Read Online

Subscribe for a Newsletter