Events

Find Past Events

Willyben Dewan All Gujarat Inter School Elocution Competition

તા: ૭.૧૦.૨૦૧૪
સ્થળ: વિદ્યાલય સંસ્કાર ખંડ

Willyben Dewan All Gujarat Inter School Elocution Competition દર વર્ષે વિદ્યાલયના અંગ્રેજીના ભૂતપૂર્વ શિક્ષિકા વિલીબેન દિવાનની સ્મૃતિમાં યોજવામાં આવે છે આ સ્પર્ધામાં સુરત,ગાંધીનગર,સુરેન્દ્રનગર જેવા ગુજરાતના વિવિધ શહેરોમાંથી લગભગ 30 શાળાઓ ના વિદ્યાર્થીઓએ એ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય ‘Global Violence’: Are we really a civilized world? હતો. દરેક વિદ્યાર્થીએ આ વિષય પર ખુબજ સંવેદનશીલતાર્થી હિંસાને રોકવા વૈશ્વિક સ્તરે જરૂરી ઉપાયો થાય તેવા વિચારોને પોતાના અંગ્રેજી વક્તવ્યમાં રજુ કર્યા હતા. માનવતા સર્વોપરી છે અને સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવો તેનો સાર હતો. સ્પર્ધામાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ, ઉચ્ચાર, વિષયલક્ષી મુદ્દાઓનો સમાવેશ અને રજુઆતને ધ્યાને લઇ ગુજરાતી માધ્યમમાંથી બે વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાંથી બે વિદ્યાર્થીઓને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં નિરમાં વિદ્યાવિહાર માંથી તમન્ના મેહતા પ્રથમ જયારે મહારાજા અગ્રસેન વિદ્યાલયમાંથી આદિત્ય અગ્રવાલ દ્વિતીય ક્રમે રહ્યા હતા.ગુજરાતી માધ્યમમાં સી. એન. વિદ્યાવિહારમાં થી હેલી બ્રહ્મક્ષત્રિય પ્રથમ સ્થાને અને આર.પી.પી.ગર્લ્સ હાઇસ્કૂલ માંથી વૈભવીબા રાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

Subscribe for a Newsletter