Events

Find Past Events

Willieben Dewan All Gujarat Inter School Elocution Competition-૨૦૧૬

તા: ૩૦.૮.૨૦૧૬ સ્થળ: સી.એન.વિદ્યાલય સંસ્કાર હોલ

Willieben Dewan All Gujarat Inter School Elocution એ સી.એન. વિદ્યાવિહારનો એક વાર્ષિક કાર્યક્રમ છે જે સી.એન.વિદ્યાલયના ખુબજ જાણીતા અંગ્રેજીનાં પૂર્વ શિક્ષકા વિલીબેન દિવાનની સ્મૃતિમાં યોજવામાં આવે છે. લગભગ સમગ્ર ગુજરાતમાંથી ૨૫ જેટલી શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિષય હતો India-૨૦૨૫ New Hopes, New Responsibilities દરેક વિદ્યાર્થીઓ ખુબજ સંવેદનશીલતાથી સામાજિક, શૈક્ષણિક, આર્થિક,અને નૈતિક સ્તર પર વિકાસશીલ અને સમૃદ્ધ ભારત વિષે બોલ્યા હતા.તેઓએ જણાવ્યું હતુંકે આપણા લોકોની એકતા ભારતને ૨૦૨૫માં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જોવાનું આપણું સ્વપ્ન પૂરું કરી શકશે.
અંગ્રેજી માધ્યમ શાળાઓમાંથી આર્મી પબ્લિક સ્કૂલના યશ પઠાનીયા પ્રથમ ક્રમે તેમજ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલના અનમોલ દુઆ અને કૉસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલના સુરજ ભારદ્વાજ સંયુક્ત રીતે દ્વિતીય ક્રમે રહ્યા હતા.ગુજરાતી માધ્યમ શાળાઓમાંથી વિજયનગર હાઈસ્કૂલમાંથી શ્રેયા યોદ્ધા પ્રથમ ક્રમે અને સી.એન.વિદ્યાલયમાંથી વાણીયા અમાની દ્વિતીય ક્રમે રહ્યા હતા.આ સ્પર્ધામાં બધાજ વિજેતાઓને રોકડ ઈનામોથી નવાજવામાં આવ્યા હતા અને બધાજ સ્પર્ધકોને સર્ટિફિકેટ તેમજ પુસ્તક આપવામાં આવ્યા હતા.બધાજ સ્પર્ધકોએ ખુબજ બુદ્ધિ પૂર્વક સાંપ્રત સમસ્યાઓ કે જેનો આપણે સામનો કરી રહ્યા છીએ અને તેના નિરાકરણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Subscribe for a Newsletter