Events

Find Past Events

Make Learning Fun’ – વિદ્યાલયના શિક્ષકો માટે વર્કશોપ

તા: ૧૩.૧.૨૦૧૭
સ્થળ: સી.એન. સંસ્કાર હોલ સમય:૮.૩૦

અતિથિ વક્તા :(૧)અશ્વિન પરીખ (૨) સ્મૃતિ ડાગુર સી.એન. ના પૂર્વ વિદ્યાર્થીની (૧૯૬૫ બેચ )

‘Make Learning Fun’ વિદ્યાલયના શિક્ષકો માટે સી.એન.સંસ્કાર હોલમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. World Business Development ના પ્રમુખ શ્રી અશ્વિન પરીખ અને IETE ના પૂર્વ પ્રમુખ અને સી.એન.ના પૂર્વ વિદ્યાર્થીની સુશ્રી સ્મૃતિ ડાગુર દ્વારા વર્કશોપ કંડક્ટ કરવામાં આવ્યા હતા. શ્રી અશ્વિન પરીખે શિક્ષણ પદ્ધતિના વર્તમાન ચિત્ર વિષે વાત કરી હતી.તેઓએ જણાવ્યું હતુંકે શિક્ષકનું વલણ હકારાત્મક કે નકારાત્મક ગમે તે હોય પરંતુ તે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.દરેક શિક્ષક માટે એ મહત્વનું છે કે વિદ્યાર્થિ ના આંતરિક ગુણોને અને મુખ્ય કૌશલ્યોને ઓળખી કાઢે અને જીવનમાં તેમનું ધ્યેય મેળવવા પ્રોત્સાહન આપે..
સ્મૃતિ ડાગુરએ તેમના પ્રેઝન્ટેશન દ્વારા તેમનો મત જણાવ્યો હતોકે શિક્ષણને રસપ્રદ કેવી રીતે બનાવી શકાય? તેઓએ શિક્ષકના રોલ વિષે જણાવ્યું હતું.દરેક શિક્ષકમાં એ ગુણ હોવો જરૂરી છે કે તે દરેક વિષય શીખવાડી શકે અને તેને રસપ્રદ બનાવી શકે અને વિદ્યાર્થીઓને ચરિત્ર ઘડતર અને આત્મવિશ્વાસ દ્વારા એક મજબૂત પાયો નાખે.તેઓએ ઘણા પરિબળો જેવાકે હકારાત્મક અભિગમ,આત્મવિશ્વાસ મોટિવેશન અનુભવથી કેળવણી, ટેક્નોલોજીનો ઉપયોગ વગેરે પ્રેઝન્ટેશનના અંતે પરસ્પર વાર્તાલાપમાં શિક્ષકોએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. સૌ માટે આ એક બહું સુંદર અનુભવ રહ્યો.

Subscribe for a Newsletter