Events

Find Past Events

‘Indian Wisdom on Space Science’ – A Lecture Presentation

તા: ૧૬.૭.૨૦૧૬
સ્થળ: સી.એન.કિશોર વિદ્યાલય સાયન્સ ક્લબ

આ શૈક્ષણિક વર્ષમાં કિશોર વિદ્યાલય સાયન્સ કલબના ઉદ્દઘાટન પ્રસંગે તા: ૧૬.૭.૨૦૧૬ના રોજ પૂર્વ વિદ્યાર્થી અને (Head -CMDD at ISRO) શ્રી આનંદ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ ‘Indian Wisdom on Space Science’ વિષય પર Lecture Presentation આપ્યું હતું.સાયન્સના વિદ્યાર્થીઓમાં ‘Indian Wisdom on Space Science’ એક રસપ્રદ વિષય તરીકે પુરવાર થયેલ છે.વિદ્યાર્થીઓએ Mars Orbiter Mission -MOM પર અનેક પ્રશ્નો પૂછ્યા હતા.આ વિદ્યાર્થીઓની ઉમર જોતા આનંદભાઈએ તેમની સાથે ખુબ સરસ રીતે સંવાદ કર્યો હતો તેઓની આ વિષય પરત્વેની જિજ્ઞાસાને બિરદાવી હતી.તેઓએ વિદ્યાવિહારની લાઇબ્રેરીને Mars Atlas ભેટમાં આપ્યો હતો. તેઓએ બધાજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન ની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પૂર્વ વિદ્યાર્થી અને ISRO ના વૈજ્ઞાનિક હેતલ પંડ્યા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વિદ્યાર્થીઓને સંબોધનમાં વિજ્ઞાનમાં નવતર પ્રયોગો કરવા પ્રેરણા આપી હતી.

Subscribe for a Newsletter