Events

Find Past Events

ચી.ન. સ્પોર્ટસ એકેડેમીમાં ઉનાળુ રમતો

મે-૨૦૧૪

ચી.ન.સ્પેાર્ટસ એકેડેમી દ્વારા તા.૧લી મેથી ૩૦ મે ૨૦૧૪ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ શહેરની ૬૦ શાળાઓના ૫ થી ૧૯ વયજૂથના ૪૦૦થી વધારે બાળકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

થોડી ગમ્મતદાયક પ્રવૃત્તિઓ જેવી કે ‘Indian Games’, ‘circuit Training, ‘Interaction with a Dietician’ અને ‘Learning from Motivational Video’s નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે બાળકોએ ખૂબ જ સારી રીતે માણ્યું અને આવકાર્યુ હતું. રમતને જીવનના એક અંગ તરીકે ગણવાના ચી.ન. વિદ્યાવિહારના સતત પ્રયાસ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકો રમત-ગમત /ખેલકૂદથી વિમુખ થવાને કારણે સ્થુળતાનો ભોગ બની રહે છે અને જે રોગને નિમંત્રણ આપનારુ પરિબળ બની રહે છે રમત બાળકોન નિરોગી જીવનનો રાહ બતાવે છે જે શ્રેષ્ઠ રસ્તો છે. ખેલકૂદ પ્રત્યેનો લગાવ સંબંધો વિકસાવવામંi સામાજીક કૌશલ્યો ખીલવવામાં અને તણામુકત રહેવામાં મદદરૂપ થાય છે.

સમાપન સમારોહમાં ટ્રસ્ટીશ્રી કાર્તિકેય સારાભાઇ મુખ્ય અતિથિ હતાં અને એમણે બાળકો અને વાલીઓને રમતને જીવનનાં એક અંગ તરીકે અપનાવવાનું મહત્વ સમજાવ્યું હતું.

રમતમા બાળકોનેા રસ જગાડવાં અને આખા વર્ષ દરમિયાન તેમની મનપસંદ રમત રમવા માટે પ્રોત્સાહન આપવાની આશા સાથેનો ઉદ્દેશ આ આયેાજન દ્વારા સફળ થયો હતો.

Subscribe for a Newsletter