Events

Find Past Events

સી.એન. સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા એક 2 દિવસીય Night Vollyball Tournament નું આયોજન

તા: ૨૦.૬.૨૦૧૫ અને તા: ૨૧.૬.૨૦૧૫

સી.એન. સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ૨ દિવસીય Night Vollyball Tournament નું આયોજન તા: ૨૦ અને તા: ૨૧ જુને એકેડેમી ના મેદાનો પર કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની વિવિધ ૫૨ ટીમોએ એમાં ભાગ લીધો હતો. આમ સ્પોર્ટ્સ ધીમે ધીમે સી.એન.વિદ્યાવિહાર દ્વારા અપાતા મુલ્યનીષ્ઠ શિક્ષણનો એક ભાગ બની રહ્યું છે.

વિજેતા શાળાઓના ના નામ નીચે મુજબ છે.

  • વયજૂથ U-૧૨ બોયસ ટીમમાંથી પ્રથમ સ્થાન સી.એન. કિશોર વિદ્યાલયે અને દ્વિતીય સ્થાન સી.એન. કિશોર વિદ્યાલયે મેળવ્યું હતું.
  •  વયજૂથ U-૧૪ બોયસ ટીમમાંથી પ્રથમ સ્થાન LML સ્કુલ અને દ્વિતીય સ્થાન સી.એન.કિશોર વિદ્યાલયે મેળવ્યું હતું. જયારે આજ વયજૂથ માંથી ગર્લ્સ ટીમમાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન LML સ્કુલે મેળવ્યું હતું
  • વયજૂથ U-૧૭ બોયસ ટીમમાંથી સાઇ હોસ્ટેલ ગાંધીનગરે પ્રથમ અને દ્વિતીય સ્થાન સી.એન.વિદ્યાલયે મેળવ્યું હતું. જયારે આજ વયજૂથ માંથી ગર્લ્સ ટીમમાંથી પ્રથમ સ્થાન LML સ્કુલ અને દ્વિતીય સ્થાન સી.એન. વિદ્યાલયે મેળવ્યું હતું.
  • વયજૂથ U-૧૯માં બોયસ ટીમમાંથી પ્રથમ સ્થાન સુભાષનગર કુણાલ વ્યાયામશાળા નડીયાદે અને દ્વિતીય સ્થાન દીપક સ્પોર્ટસ અમદાવાદે મેળવ્યું હતું.

Subscribe for a Newsletter