Events

Find Past Events

કલાનિકેતન વાર્ષિકોત્સવ

૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪
તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪ ચી.ન. કલાનિકેતનના વાર્ષિક કાર્યક્રમમાં લગભગ ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓે દ્વારા કંઠય સંગીત, હારમોનિયમ, તબલા અને લોકનૃત્ય જેવી અલગ અલગ કલાઓનું નિદર્શન કર્યુ. પ્રસિધ્ધ ભરતનાટયમ નૃત્યકાર અને જે.જી. કોલેજ ઓફ પર્ફોમીંગ આર્ટસનાં વડા શ્રી બીજોય શીવરામ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થયા બાદ કંઠય અને વાદ્ય જૂથ દ્વારા જુગલબંધી પ્રસ્તુત કરવામા આવી. વિદ્યાર્થીઓએ થોડા રાષ્ટ્રીય ગીતો પણ કી-બોર્ડ પર વગાડયા. તબલા પર તાલ રૂપકની વિસ્તૃત પ્રસ્તૃતિ થયા બાદ લોકનૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું. બાલ વિદ્યાલય, કિશોર વિદ્યાલય, વિદ્યાલય અને અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Subscribe for a Newsletter