માણેકબા પારિતોષિક
તા:૧૬.૯.૨૦૧૭
માણેકબા પારિતોષિક એ કુલમાતા માણેકબાની સ્મૃતિમાં સી.એન.વિદ્યાવિહારની સંસ્થાઓના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ નો પરિતોષિક અર્પણ સમારંભ તા: ૧૬.૯.૨૦૧૭ ના રોજ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો. જેમાં બાલ વિદ્યાલયના ૯ વિદ્યાર્થીઓ કિશોર વિદ્યાલયના ૨૨ વિદ્યાર્થીઓ,ટેકનિકલ સેન્ટરના ૭ વિદ્યાર્થીઓ, પી.ટી.સી.ના ૧ વિદ્યાર્થી, જી.બી.ટી.સી.ના ૧ તેમજ ફાઇન આર્ટ્સના ૭ વિદ્યાર્થીઓ આમ કુલ ૪૭ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા.જેમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી રમેશભાઈ તન્ના,માણેકબા વિનય વિહારના નિયામક સ્મિતાબેન દવે તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.