Events

Find Past Events

૧૯૫૪ની બેચના પૂર્વ વિદ્યાર્થી શ્રી અરવિંદ શાહની સી.એન.મુલાકાત

તા: ૧૯.૨.૨૦૧૬ સ્થળ: સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર

તા: ૧૯.૨.૨૦૧૬ ના રોજ સી.એન. કિશોર વિદ્યાલય અને સી.એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિદ્યાર્થી શ્રી અરવિંદ શાહ (USA)નો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. શ્રી અરવિંદભાઈએ તેમની વિદ્યાવિહાર સાથેની યાદો ને વાગોળી હતી અને સ્વીકાર્યું હતું કે વિદ્યાવિહારના મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને ચરિત્ર ઘડતરે તેમને એક સારા નાગરિક બનવામાં અને જીવનમાં ઈચ્છીત ધ્યેય પ્રાપ્તિમાં મદદ કરી છે.

તેઓએ વિદ્યાર્થીઓને અમેરિકન લેખક Napoleon Hill નું પુસ્તક ‘Think and Grow Rich’ વાંચવાની સલાહ આપી હતી. પૂર્વ વિદ્યાર્થી શ્રી ભરત શાહ(U.K.) કે જેઓ વિદ્યાવિહારના વિકાસશીલ પ્રકલ્પોના સહયોગને પોતાની ફરજ માને છે, તેઓ પણ હાજર રહ્યા હતા.

Subscribe for a Newsletter