Events

Find Past Events

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમારંભ

તા: ૧૫.૮.૨૦૧૮
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમારંભ

સ્વતંત્ર ભારતના ૭૨ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું આયોજન વિદ્યાવિહાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ સ્થાને શેઠ સી.એન.વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી ડો. અજયભાઈ મુન્શીએ હાજરી આપી હતી.

વંદે માતરમના ગાનની સાથે ડો. અજયભાઈ મુન્શી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. મુન્શીએ વિદ્યાવિહાર સાથેના તેમના યાદગાર સંભારણા વાગોળતાં પોતાના પ્રેરણાત્મક સંબોધનમા જણાવ્યુ હતુકે પ્રાર્થના મંદિરની પ્રાર્થના અને શાળાએ આપેલ સ્ટેજ હું ક્યારેય ભૂલી શકતો નથી. મારી કારકિર્દીની સફળતામાં મારી શાળાનો અમુલ્ય ફાળો છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, તેમજ સંસ્થા પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.અંતમાં રાષ્ટ્ર ગાન બાદ સમારંભ પૂર્ણ થયો હતો.

Subscribe for a Newsletter