Events

Find Past Events

સ્નેહરશ્મિ પારિતોષિક-૨૦૧૮-૧૯

સ્નેહરશ્મિ પારિતોષિક-૨૦૧૮-૧૯
તા:૭.૧૨.૨૦૧૯
શેઠ સી.એન.વિદ્યાવિહાર અને માણેકબા વિનયવિહાર, અડાલજમાથી શ્રેષ્ઠ કામગીરી, ફરજપાલન, સંસ્થા પ્રત્યે વફાદારી વગેરે બાબતો ધ્યાનમાં લઈ વિદ્યાલયના પૂર્વ આચાર્ય અને વિદ્યાવિહારના પૂર્વ નિયામક શ્રી ઝીણાભાઇ રતનજી દેસાઇ (કવિ શ્રી સ્નેહરશ્મિ)ની સ્મૃતિમાં ૧૯૬૪થી સ્નેહરશ્મિ પરિતોષિક આપવામાં આવે છે. આ વર્ષે તા: ૭.૧૨.૨૦૧૯ના રોજ આ સમારંભ યોજાઇ ગયો

વર્ષ ૨૦૧૮-૧૯માં શ્રેષ્ઠ કામગીરી બદલ આ પરિતોષિક શેઠ સી.એન.શિશુવિહારના શિક્ષિકા શ્રીમતી સંગિતાબેન આર. મોરેને ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ’પદ્મશ્રી’,મૂર્ધન્ય સાહિત્યકાર, કવિશ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્રના હસ્તે આપવામાં આવ્યું. આ પ્રસંગે અગ્રણી કેળવણીકાર શ્રી મનસુખભાઇ સલ્લા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા.

શ્રી સિતાંશુભાઈ એ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યુકે શેઠ સી.એન.વિદ્યાવિહાર પોતાના પરિવારની જ વિશિષ્ટ પ્રતિભાની યાદમા પરિવારના ઉત્કૃષ્ટ કર્મચારીને પરિતોષિકથી સન્માને જે ગૌરવપ્રદ બાબત કહી શકાય, વધુમાં પરિતોષિક પ્રાપ્તકર્તા સંગિતાબેનને અભિનંદન આપતા તેમણે ઉમેર્યુકે દરેક માનવીના જીવન ઘડતરમાં શિશુ અવસ્થામાં મળેલ ગમ્મત સાથેના જ્ઞાન અને માનવીયતાનો ખૂબ જ મોટો ફાળો રહેલ છે. સંસ્કાર સિંચનમાં સંસ્થાના કર્મચારીઓનું પ્રદાન ખૂબ જ મહત્વ પૂર્ણ હોય છે.

Subscribe for a Newsletter