Events

Find Past Events

સ્નેહરશ્મિ પારિતોષિક-૨૦૧૮

સ્નેહરશ્મિ પારિતોષિક-૨૦૧૮

સંસ્થામાથી શ્રેષ્ઠ કામગીરી, ફરજપાલન, સંસ્થા પ્રત્યે વફાદારી વગેરે બાબતોને ધ્યાનમાં લઈ શેઠ સી.એન.વિદ્યાવિહાર અને માણેકબા વિનયવિહાર અડાલજ, માથી શ્રેષ્ઠ કર્મચારીને વિદ્યાલયના આચાર્ય શ્રી ઝીણાભાઇ દેસાઈના શૈક્ષણિક વિચારોને અનુરૂપ દર વર્ષે ખુબજ પ્રતિષ્ઠિત એવું સ્નેહરશ્મિ પારિતોષિક આપવામાં આવે છે. આ વર્ષે તા: ૨૭.૧૦.૨૦૧૮ના રોજ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં આ સમારંભ યોજાઇ ગયો.
વર્ષ ૨૦૧૭-૧૮ માં શ્રેષ્ઠ કામગીરી બદલ આ પરિતોષિક શૈક્ષણિક વિભાગમાં બાલ વિદ્યાલયના શિક્ષિકા શિલ્પાબેન દેસાઇ તેમજ બિન શૈક્ષણિક વિભાગમાં વિદ્યાલયના સેવક શ્રી યોગીભાઈ જોષી ને વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી તેમજ ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી નિતિનભાઈ શુક્લના હસ્તે એનાયત કરવામાં આવ્યું.
આ સમારંભના અતિથિ શ્રી નિતિનભાઈ શુકલએ પોતાના વક્તવ્યમાં સી.એન.વિદ્યાવિહારમાં ૬ વર્ષના સમયગાળામાં મેળવેલ મૂલ્યનિષ્ઠ શિક્ષણે તેમના જીવનને આદર્શ જીવન બનાવવામાં અને તેમની કારકિર્દીને જ્વલંત બનાવવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો છે એમ સ્વીકાર્યું. તેઓએ એમના ગુરૂજનોને આનો શ્રેય આપ્યો અને જણાવ્યુકે એમને વિશ્વાસ છે કે વિદ્યાવિહારના આજના ગુરૂજનો આવતીકાલની પેઢીનું આ રીતેજ ઘડતર કરશે, અને સી.એન.ની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ પર લઈ જશે.તેઓએ સી.એન.વિદ્યાવિહારમાં ગાળેલા શાળા જીવનના સુખદ સંસ્મરણો તાજા કર્યા હતા.
આ સમારંભમાં વિદ્યાવિહારના ટ્રસ્ટનાં ચેરમેન શ્રી સુહૃદ સારાભાઇ, ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ,નિયામક ડો. કિરીટ જોષી,પૂર્વ નિયામક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સી.એન.વિદ્યાવિહારની બધીજ સંસ્થાઓના વડાઓ તેમજ કર્મચારીઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe for a Newsletter