Events

Find Past Events

સ્નેહરશ્મિ પારિતોષિક અર્પણ સમારંભ અને નિવૃત્ત કર્મચારીનો સન્માન સમારંભ

સ્નેહરશ્મિ પારિતોષિક અર્પણ સમારંભ
તા: ૧૫.૬.૨૦૨૧

શેઠ ચી. ન. વિદ્યાવિહાર તેમજ માણેકબા વિનયવિહાર અડાલજના કાર્યકરોમાથી શ્રેષ્ઠ ગુણવત્તા સભર શિક્ષણ આપવા સાથે સંસ્થાના ધ્યેયો અને પ્રણાલી જાળવવામાં વધુ સફળ રહેલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સ્નેહરશ્મિ પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦નું સ્નેહરશ્મિ પારિતોષિક શૈક્ષણિક વિભાગમાં ચી.ન. વિદ્યાલયના શિક્ષિકા ડોં. વિભાબેન પરેશભાઈ નાયક તેમજ બિન શૈક્ષણિક વિભાગમાં ચી. ન. વિદ્યાવિહારના પ્રકૃતિ સંરક્ષક શ્રી રામકેવલ ગયાદિન ચૌહાણને પ્રાપ્ત થયા છે.
આ પારિતોષિક અર્પણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલ સચિવ ડોં. રાજેન્દ્રભાઈ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ કહેલું કે આજે ગાંધી મૂલ્યોની જાળવણી કરનારી બહુ જૂજ સંસ્થાઓ રહી છે તે પૈકીની એક શેઠ ચી.ન. વિદ્યાવિહાર છે . આ પ્રસંગે સંસ્થાના નિયામક ડોં. કિરીટ જોશી તેમજ અડાલજના નિયામક ડોં. બી.એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના નિવૃત્ત થયેલ કર્મચારીઓને તેમની સેવાઓ બદલ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Subscribe for a Newsletter