Events

Find Past Events

‘ સેવ ધ સ્પેરા’ કાર્યશાળા -જગતભાઇ કીનખાબવાલા

તા: શનિવાર ૪ જાન્યુ.૨૦૧૪
સમય: સાવારે ૧૧-૩૦ કલાકે
સ્થળ : વિક્રમ વિજ્ઞાન કેન્દ્ર,કિશોર વિધાલય

૧૯૭૨ની બેચના પૂર્વ વિર્ધાથી શ્રી જગતભાઇ વિવિધ કોર્પોરેટ હાઉસમાં પર્યાવરણને સાંકળતા વ્યાવસાયિક પ્રોજેકટ, ખેતીને આવરતા કુદરતી ખેતી. પાણીનાં સંગ્રહ, વ્યાવસાયિક વૃક્ષારોપણ અને બિનજરૂરી વસ્તુને ફરીથી વપરાશયોગ્ય બનાવવા જેવા કાર્યો સાથે સંકળાયેલ છે. તેમનો પ્રકૃતિ માટેનો પ્રેમ અને તેમની દ્રઢ માન્યતા કે દરેક જીવ સમાન છે એ એમને લુપ્ત ચકલી ની પ્રજાતિને બચાવવો ચકલી બચાવો અભિયાન શરૂ કરવા તરફ પ્રેર્યા.

આ રજુઆતમાં શ્રી કિનખાબવાલાએ તેમની ચકલી સાથેની યાત્રા બતાવી. અને ચકલીનું એક સ્વતંત્ર પક્ષી તરીકે બતાવી. ચી.ન.વિધાવિહારમાં શ્રી કીનખાબવાલાની આ બીજી કાર્યશાળા ‘સેવ ધ સ્પેરા’ હતી. શ્રી કીનખાબવાલા સાથેના કન્વર્સેશન સેશન દરમિયાન વિધાર્થીઓએ ઘણા રસપ્રદ સવાલો સેવ ધ સ્પેરો અભિયાન અને પર્યાવરણ વિશે પણ પુછયાં.

વિધાર્થીઓ ચકલીનો માળો બનાવતા શીખશે અને ચકલીઓને તેમના ઘરે આમંત્રણ આપશે. શ્રી કીનખાબવાલા એ સુચવ્યુ કે જાન્યુઆરીના અંત સુધીમા માળા બનાવવા જરૂરી છે કેમકે ફેબુઆરીથી તેમની સંતાનોત્પતિની પ્રક્રિયા શરૂ થશે.

Subscribe for a Newsletter